ખેડાના ભૂમસ ગામે ‘કિડનીકૌભાંડ’ સામે આવ્યું
ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં 10 જેટલા લોકોની કિડનીનું વેચાણ કરી નખાયું હોવાનો એક યુવકે આક્ષેપ કરતાં ખળભળાટ મચ્યો છે. મહુધા તાલુકાના ભૂમસ ગામમાં રહેતા અશોક નામનો શખસ આમાં સંડોવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભૂમસ ગામના 10 જેટલા લોકોની કિડની વેચી નખાઈ હોવાની નામજોગ પોલીસ સમક્ષ રજૂઆત કરતાં પોલીસે તમામનાં નિવેદન નોંધવાની શરૂઆત કરી છે. તે પૈકીના બે લોકોએ આજે મીડિયા સમક્ષ પોતાની કિડની દિલ્હીમાં અઢી લાખ રૂપિયામાં વેચી નાખી હોવાનો સ્વીકાર પણ કર્યો હતો.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.