PGVCL અને GETCO નાં ટેકનીકલ કર્મચારીઓના પોલીસી પ્રશ્ન મુદ્દે નિરાકરણ અર્થે મંત્રી બાવળીયાને આવેદનપત્ર
ગુજરાત એનર્જી એમ્પ્લોઇઝ ટેકનીકલ એસોસિયેશન ગીતા કાયૉલય જસદણનાં દિનેશભાઈ પરમાર ઉપ પ્રમુખ તથા PGVCL GETCO નાં ટેકનીકલ કર્મચારીઓના પોલીસી લેવલ પ્રશ્ન મુદ્દે નિરાકરણ માટે ગુજરાત સરકાર ના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને આવેદનપત્ર અપૅણ કરવામાં આવેલ અને ધણા વર્ષો પડતર પ્રશ્નો માંગણી સાથે નકલ આ સાથે સામેલ કરવામાં આવેલ. જીયુવીએન એલ વડોદરા સંલગ્ન કંપની માં વગૅ 3 અને વગૅ 4 ટેકનીકલ કર્મચારી ઓના પ્રશ્ન વ્યથા વ્યક્ત અંશત પણે કરવામાં આવતી હોય છતાં પણ એનકેન રીતે પડતર પ્રશ્નો માંગણી લાગણી દુભાઈ રહી છે જે અંગે જસદણ વિધાનસભા ધારાસભ્ય ૭૨ કુંવરજીભાઇ બાવળીયા કેબીનેટ મંત્રી ને ટેકનીકલ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપ્યું, તેમજ ગત્ વર્ષે ગુજરાતભર નાં ટેકનીકલ કર્મચારી ૨૬૦૦૦ જેટલા માસ CL મુકેલ જે અંગે ૧૮-૧૦-૨૦૨૨ નાં ઉજૉ પેટ્રોકેમિકલ વિભાગ મંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ પડતર પ્રશ્નો માંગણી ચચૉ કરી જેમાં પ્રશ્ન મુદ્દે નિરાકરણ ખાત્રી આપી હતી. જેથી સમગ્ર ગુજરાત ના ટેકનીકલ કર્મચારી ઓ ૨૬૦૦૦ હજાર માસ CL કેન્સલ કરી તમામ ટેકનીકલ કમૅચારીઓ પોતાની ફરજ ઉપર હાજર થયેલ હતાં પરંતુ આજ સુધી કોઈ પ્રશ્ન મુદ્દે નિરાકરણ ન આવતાં ફરી વખત ગુજરાત એનર્જી એમ્પ્લોઇઝ ટેકનીકલ એસોસિયેશન જી,૬૬૧૩ જસદણ કાયૉલય ખાતે દિનેશભાઈ પરમાર ઉપ પ્રમુખ દ્વારા આવેદનપત્ર આપી સરકાર તથા ગુજરાત ઉજૉ વિકાસ નિગમ લિમિટેડ વડોદરા સામે એલાનને જંગ તૈયારીનાં ભાગ રૂપે ટેકનીકલ કર્મચારીઓના પડતર પ્રશ્નો માંગણી માટે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવું કુંવરજીભાઇ બાવળીયા કેબીનેટ મંત્રી શ્રી આવેદનપત્રનાં ઇશારે જણાવ્યું હતું અન્યથા ના છુટકે આંદોલન કરવા ની ફરજ માતાજી નવરાત્રી અને દિવાળીના દિવસે વીજ ગ્રાહકો વિક્ષેપ ન પડે તેની તકેદારી રાખવી જેવું જાણવા મળેલ હતું.
રીપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.