દહેગામ ના ધારીસણા ગામથી મથુરપુરા ઓગજીના મુવાડા ગામને જોડતો રોડ નહિ બનતા ગામલોકો ત્રાહિમામ પોકારી ગયા - At This Time

દહેગામ ના ધારીસણા ગામથી મથુરપુરા ઓગજીના મુવાડા ગામને જોડતો રોડ નહિ બનતા ગામલોકો ત્રાહિમામ પોકારી ગયા


દહેગામ તાલુકા ના ધારીસના ગામથી મથુરપુરા (ઓગજીના મુવાડા )ગામને જોડતો રોડ નહિ બનતા ગામલોકોને હવે કોની પાસે જઈ આજીજી કરવી તે નથી સમજાતું. ઓગજીના મુવાડા ગામના પરા વિસ્તાર મથુરપુરામાં 25થી 30 મકાન આવેલ છે જે ધારીસણા ગ્રામપંચાયતમાં આવે છે મથુરપુરા ગામના લોકો દ્વારા સતત 10 વર્ષ થી ગ્રામપંચાયત માં રોડ બાબતે રજૂઆત કરવા છતાં ગ્રામપંચાયત દ્વારા બહાના બતાવવામાં આવી રહ્યા છે જેને કારણે આજે પણ ચોમાસા ની અંદર મથુરપુરા થી વિધાર્થીઓ તેમજ ગામના લોકોને આ નાળિયાના કાચા રસ્તા પર ભરાયેલ ઉંડા પાણીમાંથી પસાર થવું પડે છે. મથુરપુરા ગામના લોકો ના જણાવ્યા અનુસાર ધારીસણા ગ્રામપંચાયત તેમજ દહેગામ ટીડીઓ ને આ બાબતે અરજી આપ્યા છતાં 10 વર્ષ થી આ રોડ મંજુર થતો નથી. આ આ કાચા રસ્તા પરથી 108 એમ્બ્યુલસ પણ આવી શકતી નથી જેને કારણે મથુરપુરા ગામલોકો ને ખૂબ હેરાન થવું પડે છે. હવે સવાલ એ થાય છે કે સુ ગ્રામપંચાયત દ્વારા રસ્તા બાબતે કોઈ સગવડ કરી આપશે કે નહિ તે જોવાનું રહ્યું. , , મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.