માંગરોળ તાલુકાના દિવાસા ગામે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિર તેમજ આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. - At This Time

માંગરોળ તાલુકાના દિવાસા ગામે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિર તેમજ આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.


આજ રોજ તા.16.09.2023,શનિવારના રોજ સમસ્ત દિવાસા ગામ તેમજ લોએજ સરકારી આયુર્વેદીક દવાખાના આયોજીત રક્તદાન શિબિર અને આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય આયોજક તરીકે દિવાસા ગામના નિવૃત આર્મીમેન બાલુભાઈ ડાકી રહ્યા હતા.
આ સેવા કાર્યમાં જુનાગઢ GMERS મેડિકલ કોલેજ તથા ગીરનારી ગૃપ સેવારત રહ્યા હતા.
અને 60 જેટલા રક્તદાતાઓએ પોતાના અમુલ્ય રક્તનું દાન કરી અને 60 બોટલ રક્ત યુનિટ GMERS મેડિકલ કોલેજને અર્પણ કર્યું હતું.
આજની આ શિબિરમાં લોએજ સરકારી આયુર્વેદ દવાખાનાના ડૉ.નિયુત અગ્રાવત સાહેબે 130 જેટલા દર્દીઓની તપાસ કરી અને સ્થળ ઉપર ઉપલબ્ધ આયુર્વેદ દવાઓ આપવામાં આવી હતી.
આ રીતે આજના આયુર્વેદ કેમ્પને ડૉ.અગ્રાવત સાહેબ અને તેમની ટીમ દ્વારા સફળ બનાવ્યો હતો.
આજની આ રક્તદાન શિબિરમાં રક્તનું દાન કરેલ દરેક રક્તદાતાઓને HDFC બેંક-માંગરોળ શાખા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમયે બેંકના મેનેજર ઉદય થાનકી સાહેબ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
આમ આજની આ શિબિરને રકતદાતાશ્રીઓ,સમસ્ત દિવાસા ગામ,નિવૃત આર્મીમેન બાલુભાઈ ડાકી,GMERS મેડિકલ કોલેજનો સ્ટાફ,ગીરનારી બ્લડ ગૃપના સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા,નરેન્દ્રસિંહ ચુડાસમા,લોએજ સરકારી આયુર્વેદ દવાખાનાના ડૉ.અગ્રાવત સાહેબ અને ટીમ,શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રી નાથાભાઈ નંદાણિયા અને ટીમ,ભીમસીભાઈ નંદાણિયા,HDFC બેંક માંગરોળ શાખાના મેનેજરશ્રી તેમજ સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવી હતી.

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.