વિસાવદર ધર્મશાળા ખાતે અનુ. જાતિ સમાજ અને લઘુમતી સમાજની બેઠક મળી. - At This Time

વિસાવદર ધર્મશાળા ખાતે અનુ. જાતિ સમાજ અને લઘુમતી સમાજની બેઠક મળી.


વિસાવદર ધર્મશાળા ખાતે અનુ. જાતિ સમાજ અને લઘુમતી સમાજની બેઠક મળી. વિસાવદર આજે વિસાવદર ધર્મશાળા ખાતે વિસાવદર અનુ. જાતિ સમાજ અને લઘુમતી જાતિ સમાજની એક બેઠકનું આયોજન વિસાવદર અનુ. જાતિ એકતા સમિતિ દ્વવારા કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યાના બન્ને સમજના આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો, ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય આશય અનુ. જાતિ અને લઘુમતી સમાજમા એકતા અને ભાઈચારો કેળવાય અને બને સમાજના પ્રશ્ન એક થઇ ઉકેલી શકાય આગામી સમયમાં એકતા અને અંખડિટતા બની રહે તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બને સમાજની એકતા માટે શું પગલાં લેવા જોઈએ એ બાબત ઉપર હાજર મહાનુભાવોએ પોતપોતાના મન્તવ્ય વ્યક્ત કર્યા હતા. લઘુમતી સમાજમાંથી યારુ ભાઈ. તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જયારે અનુ. જાતિ સમાજમાંથી પ્રવીણભાઈ વણજારા, નાનજીભાઈ રાઠોડ, રમેશભાઈ જે. ગેગડા. શામજીભાઈ પરમાર વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આભાર વિધિ મકવાણા સાહેબ દ્વવારા કરવામાં આવી હતી. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.