સાબરકાંઠામાં ટપાલ જીવન વીમા, ગ્રામીણ ટપાલ જીવન વીમાનાં એજન્ટ બનવા માટેની સોનેરી તક - At This Time

સાબરકાંઠામાં ટપાલ જીવન વીમા, ગ્રામીણ ટપાલ જીવન વીમાનાં એજન્ટ બનવા માટેની સોનેરી તક


*સાબરકાંઠામાં ટપાલ જીવન વીમા, ગ્રામીણ ટપાલ જીવન વીમાનાં એજન્ટ બનવા માટેની સોનેરી તક*
*****************

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ધ્વારા ટપાલ જીવન વીમા, ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટની નિયુક્તિ માટે" વોક-ઇન-ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૦૫મી ઓકટોમ્બર ૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૮.૦૦ કલાકે સાબરકાંઠા વિભાગ, હીમતનગર, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ ખાતે યોજાનાર “વોક-ઇન-ઇન્ટરવ્યૂ" માં ઉમેદવારોએ પોતાના બાયો-ડેટા ની સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા, ઉંમરનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, અન્ય કે.વાયસી ડોકયુમેંટ અને અનુભવ સર્ટિફિકેટ (જો કોઈ હોય તો) તેની ખરી નકલ અને ઓરિજનલ સાથે લાવાવાના રહેશે.
જેમા ઉંમર ૧૮ વર્ષ અથવા એનાથી ઉપર, અભ્યાસ ધોરણ-૧૦ પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર ધ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક લાયકાત પાત્રતા ધરાવતા વર્ગ, ભૂતપૂર્વ વીમા સલાહકાર, આંગણવાડી કાર્યકર, મહિલા મંડળ કાર્યકર, એક્સ.સર્વિસમેન, નિવૃત્ત શિક્ષકો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો, પંચાયત સંચાર સેવા કેન્દ્ર એજન્ટ, પોસ્ટ ઓફિસ ના SSA/MPKBY એજન્ટ, વીમા કંપનીના ભુતપૂર્વ એજન્ટ અને કોઈ પણ કામ કરવા ઇચ્છુ વ્યક્તિ અને વીમા વેચવાનો અનુભવ, કોમ્પુટરની જાણકારી ધરાવનાર,સ્થાનિક ક્ષેત્રની જાણકારી ધરાવનારઓને પ્રાથમિકતા આપવામાં આવશે. જેમા કમિશન કે ઇન્સેટિવ સરકારશ્રીના નિયમોનુસર મળશે. એમ અધિક્ષક ડાકઘરની એક અખબારી યાદીમાં જણાવેલ છે.
*********************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.