ગીર-સોમનાથ જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૬ થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન અમૃત કળશ યાત્રાનું આયોજન*
*ગીર-સોમનાથ જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૬ થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન અમૃત કળશ યાત્રાનું આયોજન*
-------------
*જિલ્લાના દરેક ગામમાં ઢોલ-નગારા અને વાજિંત્રો સાથે ટ્રેકટર, બળડગાડા, રીક્ષા, જીપ્સી જેવા વાહનમા દેશ ભક્તિના ગીતો સાથે યોજાશે અમૃત કળશ યાત્રા*
ગીર-સોમનાથ તા. -૧૫, સરકારશ્રી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે મારી માટી, મારો દેશ, માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૬ થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં જિલ્લાના દરેક ગામમાં ઢોલ-નગારા અને વાજિંત્રો સાથે ટ્રેકટર, બળડગાડા, રીક્ષા, જીપ્સી જેવા વાહનોમાં દેશ ભક્તિના ગીતો અને રાષ્ટ્રગીતની ધુન સાથે અમૃત કળશ યાત્રા યોજવામાં આવશે.
ઉપરાંત આ યાત્રામાં ઘરે-ઘરે માટી-ચોખા એકત્રીત કરી પંચ પ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવશે. દરેક ગામ/ગ્રામ પંચાયત કક્ષાએથી પદયાત્રા/સાયકલ યાત્રા/બાઇક રેલીથી શોભાયાત્રા દ્વારા તાલુકાકક્ષાએ લઇ જવામાં આવશે. તેમજ આ અમૃત કળશ યાત્રામા સ્થાનિક પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, પ્રતિષ્ઠિ આગેવાનો, શિક્ષકો, વીર શહિદઓના કુટુંબીજનો સહભાગી થશે.
આ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સેક્રેટરીશ્રી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ, ગાંધીનગર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી દર્શનાબેન ભગલાણી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એમ.યુ.મસી અને લાઇન ડિપાર્ટમેન્ટનો સ્ટાફ હાજર રહ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.