સરપંચ અને રબારી શખ્સે ધમકી આપતાં યુવકે ફિનાઇલ પી લીઘું
કોઠારીયા સોલવન્ટમાં રહેતાં બાવાજી યુવકને અણીયારી ગામના સરપંચ અને રબારી શખ્સે છરીથી હુમલો કરવાની ધમકી આપતાં ભયભીત થયેલ યુવકે ફિનાઇલ પી લેતાં સારવારમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ, કોઠારીયા સોલવન્ટમાં હરિદ્વાર સોસાયટીમાં રહેતાં આશીષભઈ ગૌરીદાસ ગોંડલીયા (ઉ.વ.33) ગઈકાલે પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
વધુમાં હોસ્પિટલના બિછાનેથી યુવકે જણાવ્યું હતું કે, તેને ગઈકાલે અણીયારી ગામના સરપંચ ડાયાભાઇ અને રાણા રબારીનો ફોન આવ્યો હતો કે, તે મારા પર કાર ચડાવવાનો પ્રયાસ કેમ કર્યો હતો કહીં તને રાજકોટમાં રહેવા દેવો નથી અને છરી ઝીંકી દેવી છે તેવી ધમકી આપતાં તે ભયભીત થઈ ગયેલ હતો અને પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે યુવકનું નિવેદન નોંધી વધું તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.