હળવદ તાલુકાની માતુશ્રી, એમ. જે. સી. વિદ્યામંદિર, ટીકર (રણ) નું રમત ગમત ક્ષેત્રે ગૌરવ વધાર્યું
મોરબી જિલ્લા કક્ષાની એથલેટિક્સની સ્પર્ધાઓ સર્વોપરી વિદ્યાલય, નવા સાદુળકા ખાતે યોજાયેલી જેમાં માતુશ્રી, એમ. જે. સી. વિદ્યામંદિર માંથી કુલ પાંચ વિદ્યાર્થિનીઓએ એથલેટિક્સ ની જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધેલ જેમાં દિવ્યાબેન નાનજીભાઈ ભીલે 3000 મીટરની દોડ 16.43 મિનિટમાં પૂર્ણ કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાની અને ટીકર ગામની નામના વધારેલ છે. આ સાથે તનજીમબેન અનવરભાઈ કોરડીયા 800મીટરમાં ત્રીજા નંબરે અને પ્રીતિબેન પ્રભુભાઈ ઝીંઝુવાડિયા 200મીટરમાં ત્રીજા નંબરે આવીને શાળાનું નામ રોશન કરેલ છે. હવે પછી અવ્વલ નંબરે આવેલ વિદ્યાર્થિનીઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. આ બધી દીકરીઓને હિતેશભાઈ વરમોરા દ્વારા રમત ગમત માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માતુશ્રી એમ જે સી શાળાના આચાર્ય એસ. કે. પટેલ અને શાળાના સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું આ તકે શાળા પરિવાર દીકરીઓને અને માર્ગદર્શકને ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્ય કક્ષાએ ડંકો વગાડે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.