રાજકોટમાં પત્નીએ ગળે ફાંસો ખાઈ લેતા પોલીસ ટોર્ચરથી કંટાળી યુવકે આત્મહત્યા કરી - At This Time

રાજકોટમાં પત્નીએ ગળે ફાંસો ખાઈ લેતા પોલીસ ટોર્ચરથી કંટાળી યુવકે આત્મહત્યા કરી


રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકા નજીક સતાપર ગામના એક યુવકે પોલીસના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના આક્ષેપ મુજબ એક મહિના પહેલાં મૃતકનાં પત્નીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે બાદ નિવેદન માટે બોલાવવાનું કહી પોલીસ દ્વારા વારંવાર ફોન કરી બોલાવી હેરાન કરવામાં આવતા હોવાથી ગઈકાલે કંટાળી ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેનું આજે ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.