યુનિવર્સીટી કોમન એકટનો અમરેલીમાં વ્યાપક વિરોધ. અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય કર્યું
યુનિવર્સીટી કોમન એકટનો અમરેલીમાં વ્યાપક વિરોધ.
અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય કર્યું.
અમરેલી : અમરેલી જિલ્લાની કોલેજોમાં આજે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવનારા યુનિવર્સીટી કોમન એકટનો વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો. સૂચિત એકટમા અધ્યાપકો અને વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધની જોગવાઈઓ હોવાથી આ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમરેલી, સાવરકુંડલા, ધારી, બગસરા, બાબરા, લીલીયા, જાફરાબાદ વગેરેની કોલેજોમાં આજે અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરી અધ્યાપન કાર્ય કરાવ્યું હતું તેમ એક અખબારી યાદીમાં સૌરાષ્ટ્ર વિસ્તાર અધ્યાપક મંડળ - રાજકોટના ઉપપ્રમુખ ડો.એ.જે.ચંદ્રવાડીયા અને સંગઠનમંત્રી પ્રા.જે.એમ.તલાવીયાએ જણાવ્યુ હતું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.