જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિની રચના થઈ : જરૂરિયાત મંદ લોકોનો સહારો બનશે - At This Time

જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિની રચના થઈ : જરૂરિયાત મંદ લોકોનો સહારો બનશે


જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિની રચના કરવામાં આવી છે જેમાં સંસ્થાનો ઉદેશ તહેવારોમાં જરૂરિયાત મંદ લોકોને ઉપયોગી થવા માટે આ સંસ્થા અવિરત કાર્ય કરશે અને તહેવારોમાં લોકો ઉજવણી કરતા હોય છે ત્યારે અમુક એવા પણ પરિવારો છે કે તેમના ઘરે તહેવારો ઉજવણી કરી શકે તેવી હાલત ના હોય કે શક્ષમ નથી હતા ત્યારે આ પ્રભુ સદભાવના સેવા સમિતિ સંસ્થા તેવા પરિવારના ઘરે જઈ પહોંચી અવિરત કાર્ય કરશે.

તેમજ સૌપ્રથમવાર જન્માષ્ટમીની ઉજવણી કરી પ્રભુ સદભાવના સેવા સમિતિ સંસ્થા પહેલી જ વાર જસદણમાં એવા પરિવારો જે છે સંસ્થાને આપણી સંસ્થાના સભ્યોએ જરૂરિયાત મંદ લોકોને અને તેવા પરિવારોને સહાય આપવામાં આવી હતી. ત્યારે જસદણ શહેરમાં પહેલી જ વાર જે આ સંસ્થાએ ખૂબ પ્રેરણાદઈ અને સેવાકીય કામ કર્યું હતું. જે કામગીરી કરતા જસદણ શહેરના અનેક ઉદ્યોગપતિ અને વેપારી મિત્રો અને નાગરિકોએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ પ્રભુ સદભાવના સેવા સમિતિને જે દાતાઓએ ગુપ્ત દાન કરેલ તે દાતાઓને આ સંસ્થા દ્વારા બિરદાવ્યા હતા. આ લોકહિત ને સેવાકીય સંસ્થામાં વિજયભઈ રાઠોડ, પિયુષભાઈ વાજા, અશોકભાઈ ચાવ, ડો કેતનભાઇ સાવલિયા, દીપભાઈ રવૈયા, દુર્લભજીભાઈ ભૂવા, વલ્લભભાઈ હિરપરા, નિમેષભાઈ શુકલ, યશવંતભાઈ ઢોલરીયા, સંદીપભાઈ હિરપરા, સુરેશભાઈ ધોળકિયા, દામજીભાઈ મિસ્ત્રી, રઘુભાઈ જમાદાર, સંજયભાઈ રામાણી, પ્રકાશભાઈ પ્રજાપતિ, હર્ષદભાઈ ઉપાધ્યાય, રાજેન્દ્રભાઈ પરમાર, શૈલેષભાઈ રાવલ, અને અજયભાઈ મહેતા સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.