વિરપુર ખાતે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા લોનધીરા નું આયોજન કરવામાં આવ્યું - At This Time

વિરપુર ખાતે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા લોનધીરા નું આયોજન કરવામાં આવ્યું


આજ રોજ વિરપુર એ પી એમ સી ખાતે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક દ્વારા બેંક લોનની વિવિધ લોન, સરકારી યોજનઓ જન જન સુધી પહોંચે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક ના ચેરમેન તેજસભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, મહિસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, અમૂલ ડેરીના ડિરેક્ટર સાયભેસિંહ પરમાર, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, કેડીસીસીના ડિરેક્ટર બાબરસિંહ ચૌહાણ, ભરતભાઈ પટેલ, વીરપુર તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર દિપકભાઈ તલાર, મહીસાગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનના પ્રતિનિધિ એસ બી ખાંટ, વીરપુર તાલુકા ભાજપ પ્રમુખ સનાભાઇ પરમાર, મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહીસાગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમતુસિંહ બારૈયા, વીરપુર એપીએમસીના ચેરમેન બાલુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા

*રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.