રાજકોટનાં લોકમેળામાં પરપ્રાંતીય પરિવારની બે વર્ષની માસૂમ બાળકી સાથે અભદ્ર છેડછાડ, આરોપી સકંજામાં
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમીને લઈને રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ લોકમેળામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. જેમાં ગતરાત્રિના લોકમેળામાં એક બાળકી સાથે અભદ્ર છેડછાડ થયાનું સામે આવ્યું છે. આ માસૂમ પરિવાર સાથે મેળામાં ગઈ હતી. તે દરમિયાન માતા તેમજ અન્ય સંબંધી ચકડોળમાં બેસવા જતા આ બાળકીની જવાબદારી કૌટુંબિક સંબંધી અને એક પુત્રીના બાપને સોંપી હતી પણ માતા પરત ફરતા બાળકીને ગુપ્ત ભાગે લોહી નીકળતું જોઈ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેની સાથે અભદ્ર છેડછાડ થઈ હોવાનું સામે આવતા માતાએ ફરિયાદ નોંધાવી હતી તેમજ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.