માળીયાહાટીના તાલુકાના સરપંચો સરકારની નો રીપીટ થીયરી સામે લાલઘુમ
માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખને અઢીવર્ષ ટર્મ પુરી થતાં ફરીવાર અઢીવર્ષ માટે માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની છે ત્યારે માળીયાહાટીના તાલુકાના સરપંચો સરકારની નો રીપીટ થીયરી સામે લાલઘુમ જોવા મળે છે
હાલ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા નો રીપીટ થીયરીનો માળીયાહાટીના તાલુકામાં વિરોધ થયો છે અને જો નો રીપીટ થીયરી માળીયાહાટીના તાલુકામાં અપનાવાશે તો આગામી લોકસભાની ચુંટણીમાં સરકારે નુકશાની ભોગવવાનો વારો આવશે તેવી સરપંચો દ્વારા ચીમકી ઉચ્ચારી છે
ગત ટર્મમા માળીયાહાટીનામા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાવનાબેન નરેન્દ્રભાઈ સીસોદીયા આવેલ હતાં તેમની અઢીવર્ષ દરમ્યાનની કામગીરી ખુબજ સારી સુંદર રીતે માળીયા હાટીના તાલુકા પંચાયતનું સુંદર સાશન ચલાવ્યું છે. ભાજપના તમામ આગેવાનો અને સરપંચો તેમજ કાર્યોકરો આમ જનતા કામ ઝડપી રીતે કર્યા છે તેથી ફરી એક વાર તેમનેજ રીપીટ કરવામાં આવે તેવી સરપંચો દ્વારા માંગ કરાઈ છે અગર રીપીટ નહીં થાયતો આવનારી ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડશે તેમ મનાઈ રહ્યું છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.