સન્માનનીય રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવતા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રમેશકુમાર બી ચૌહાણ.* - At This Time

સન્માનનીય રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવતા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રમેશકુમાર બી ચૌહાણ.*


*સન્માનનીય રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવતા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રમેશકુમાર બી ચૌહાણ.*

મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા પગાર કેન્દ્રની મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષકને પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસે રાજ્યકક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.
મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રમેશકુમાર બદામીલાલ ચૌહાણ કે જેઓ "કરવું તો શ્રેષ્ઠ જ કરવું" જીવનસૂત્રના આધારે પોતાની શાળામાં બાળકો સાથે અસરકારક શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. જેમણે પોતાની શિક્ષક તરીકેની 22 વર્ષની કારકિર્દીમાં બાળકો સાથે રહીને રમકડા મેળો - રાષ્ટ્ર કક્ષા, એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ - રાજ્ય કક્ષા, ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન - રાજ્ય કક્ષા વિવિધ શૈક્ષણિક અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું અસરકારક અમલીકરણ, બાળ સંચાલિત વિવિધતા સભર પ્રાર્થના સંમેલન, શાળા કક્ષાએ બાળકોનો શબ્દ ભંડોળ વિકસે તે હેતુથી શરૂ કરેલ "આજનો શબ્દ" પ્રોજેક્ટ વિવિધ નૈતિક અને મૂલ્યલક્ષી પ્રોજેક્ટ જેવા કે ખોયા પાયા, અક્ષયપાત્ર, અક્ષય દ્રવ્ય, ચબૂતરો હાલમાં શાળામાં કાર્યરત છે. અન્ય સામાજિક સેવાઓમાં તેમણે *બાવીસ વખત રક્તદાન* કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. અને ફાટેલા હોઠ અને ફાટેલા તાળવાવાળા અંદાજિત 70 જેટલા બાળકોના વડોદરા જીવન અક્ષય ચેરીટેબલ ટ્રસ્ટ મારફતે નિશુલ્ક ઓપરેશન કરાવી, આવા બાળકોના ચહેરા પર હાસ્ય લાવવાનું કાર્ય પણ કરેલ છે. શાળા કક્ષાએ તેમને કયુ આર કોડ આધારિત પેપરલેસ ડિજિટલ ડોક્યુમેન્ટરી અને અહેવાલ તથા શાળાની યુ ટ્યુબ ચેનલ અને શાળાનો બ્લોગ પણ બનાવેલ છે. તેઓશ્રીની આ કામગીરીને ધ્યાને લઈને ક્રમશઃ તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, વિશ્વ વંદનીય સંત શ્રી મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક, પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી મહામહિમ શ્રી રામનાથ કોવિંદના હસ્તે અચલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. આઇ.આઇ.એમ અમદાવાદ અને સાર્થ ટુ ઓનલાઇન તાલીમમાં સમાવેશી શિક્ષણ અંતર્ગત એમના કેસ સ્ટડીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરોક્ત તમામ શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ રૂબરૂ મુલાકાત, રાજ્ય કક્ષા રૂબરૂ મુલાકાત, શાળા રૂબરૂ મુલાકાત જેવા વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ સફળતા મેળવી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે સન્માનનીય રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ કક્ષાના માનનીય શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષા શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા તથા શિક્ષણ નિયામક શ્રી એમ આઈ જોશીના વરદ હસ્તે શાલ, પ્રશસ્તિપત્ર, શિલ્ડ અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. શ્રી રમેશકુમાર બદામીલાલને આ સન્માન મળતા શાળા પરિવાર નરસીંગપુર, ગામનાં સરપંચ શ્રી, વ્હાલા બાળકો, શાળા વ્યવસ્થાપન સમિતિ, સી.આર.સી પાદરી ફળિયા, બીઆરસી સંતરામપુર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહીસાગર તથા સમગ્ર મોચી સમાજ સંતરામપુર ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.