ગુજરાત હાઈકોર્ટે બળાત્કાર પીડિતા ૧૧ વર્ષીય સગીરા ને ગર્ભપાત ની મંજૂરી સાથે ના વળતર નો આદેશ
ગુજરાત હાઈકોર્ટે બળાત્કાર પીડિતા ૧૧ વર્ષીય સગીરા ને ગર્ભપાત ની મંજૂરી સાથે વળતર નો આદેશ
અમદાવાદ ખાતેની ગુજરાત હાઇકોર્ટમાં નર્મદા જીલ્લાની એક સગીર વયની બાલીકા જે માત્ર ૧૧ વર્ષ ૧૧ મહિનાની છે તે બળાત્કાર નો ભોગ બનેલ, આ પીડિત ને હાલ ૭ માસનો ગર્ભ હોવાથી ગર્ભપાત માટેની હાઇકોર્ટમાંથી મંજુરી માંગવામાં આવેલ. તા.૦૪/૦૯/૨૦૨૩ નાં રોજ હાઇકોર્ટ તરફથી ગર્ભપાત સબબ મેડીકલ રીપોર્ટ માંગવામાં આવેલ જે આજ રોજ માનનિય જસ્ટીસ સમીર જે. દવે સાહેબની કોર્ટમાં રજુ થતા ભોગ બનનાર પીડિતા તેમજ તેના ગર્ભમા રહેલ બાળકની શારિરીક સ્થિતિ અને ભવિષ્યમા ઉભી થનાર યાતના વગેરે તમામ બાબતો ધ્યાનમા લઈને ગર્ભપાતની મંજુરી આપવામાં આવી તેમજ પીડિતાને સરકાર પાસેથી ૫૦,૦૦૦/- તાત્કાલિક વળતર આપવા અને બીજા બે લાખ રૂપિયા દસ વર્ષની ફિક્સ ડીપોઝીટમા વળતર તરીકે મુકવા સરકારને આદેશ કરેલ છે.વધુમાં ટ્રાયલ ના અંતે ટ્રાયલ કોર્ટને જે વ્યાજબી લાગે એ વળતર આપવા
અંગે સ્વતંત્ર પણ વિચારીને ટ્રાચલ કોર્ટ નિર્ણય લઈ શકો તેવુ પણ કરાવેલ છે, આ કામમાં નર્મદા જીલ્લાના પોલીસ અધિકારીઓએ પીડિત આદિવાસી પરિવારની દિકરી પ્રત્યે હમદર્દી અને માનવતા દાખવીને તેનો પરિવાર ગરીબ હોવાથી ખોટા ખર્ચાનો ભોગ ન બને તે માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડેલ.
આ કામે એડવોકેટ પુનમ એમ. મહેતા તરફથી પીડીતા ના વકીલ તરીકે પ્રોબોનો મેટર કરીને કોર્ટ સમક્ષ યોગ્ય રજુઆત કરી તાત્કાલિક કેસ રજુ કરી અરજન્ટ સુનાવણી કરી ગર્ભપાત અંગેના કાયદેસરના હુકમો મેળવી. તથા પીડિતા ગરીબ અને અસહાય પરિવાર માંથી આવતી હોઇ સરકારના નિતિ નિયમો અનુસાર નાણકીય સહાય અપાવવા નિમિત બનેલ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.