બોટાદ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક સંપન્ન - At This Time

બોટાદ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક સંપન્ન


બોટાદ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક સંપન્ન

બેઠકમાં એપ્રિલ-૨૩ થી ઓગસ્ટ-૨૩ સુધીમાં કરવામાં આવેલી ક્લિનીક વેરીફીકેશન બાબતે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત આ કમિટીનાં અધ્યક્ષ તરીકે બહુમતિથી જાયન્ટસ ગ્રુપ બોટાદનાં ચંદ્રકાંતભાઇ સાવલિયાની વરણી કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાએ ગ્રામ્ય સ્તરે ગર્ભ પરીક્ષણ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે તેવા સઘન પ્રયાસો આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ વેળાએ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કનોરીયાએ પ્રેઝન્ટેશન દ્વારા પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે જિલ્લામાં થયેલી કામગીરી બાબતે ઉપસ્થિત તમામ સભ્યોને માહિતગાર કર્યાં હતા. તમામ તાલુકાઓના તાલુકા હેલ્થ ઓફીસરઓ સહિત પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના સંબંધિત અમલીકરણ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.