ગાંધીનગર ખાતે રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદની ૧૭મી બેઠક યોજાઇ
ધોરણ. 10 અને 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ મેરિટના આધારે કૃષી યુનિવર્સિટીમાં ડીપ્લોમા તેમજ ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવશે તેવી કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે. મંત્રી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત નેચરલ ફર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિઓ, ખેતી નિયામક તેમજ બાગાયત નિયામક સાથે આજે સરકિટ હાઉસ, ગાંધીનગર ખાતે રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદની ૧૭મી બેઠક યોજાઇ હતી,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.