જસદણ તાલુકાનાં ખાંડા હડમતિયા ગામના મુખ્ય શિક્ષક સુનિલભાઈ આર. પરમાર ની જિલ્લા કક્ષાનાં શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક એવોર્ડ ૨૦૨૩ માં તરીકે પસંદગી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૩૧/૦૮/૨૦૨૩ ના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી- રાજ્કોટ દ્વારા જાહેર થયેલ પત્ર મુજબ ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાના મુખ્ય સુનિલભાઈ પરમાર ની જિલ્લાનાં શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી કરવામાં આવી.જિલ્લા કક્ષાએ તેમનુ સન્માન તા. ૦૫/૦૯/૨૦૨૩ ને શિક્ષક દિન ના રોજ થનાર છે. સુનિલભાઈ પરમાર મુખ્ય શિક્ષક તરીકે આ શાળામાં વર્ષ ૨૦૧૨ થી ફરજ બજાવે છે. સતત છેલ્લા ત્રણ વર્ષથી સરકારશ્રી તરફથી યોજવામાં આવેલ ગુણોત્સવ ૨.૦ માં આ શાળાએ A ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જેના પરિણામે સરકાર દ્વારા આ શાળાની પસંદગી લાઈટ હાઉસ પ્રોજેક્ટ માં પણ પસંદગી થયેલ છે. ઉલ્લેખનિય છે કે વર્ષ ૨૦૧૬ માં ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે તેમને ગુરુ ગૌરવ એવોર્ડ પણ મળેલ છે. જ્યારે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક સન્માન પણ વર્ષ ૨૦૧૯ માં પ્રાપ્ત કરેલ છે. જ્યારે જસદણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૨ માં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી સન્માન પણ તેમને પ્રાપ્ત થયેલ છે શાળાના મુખ્ય શિક્ષક શ્રી સુનિલભાઈ પરમારે બે રાષ્ટ્રકક્ષા એ સંશોધન પેપર રજૂ કરેલ છે તેમજ બે વખત રાજ્ય લેવલે સંશોધન પેપર રજૂ કરેલ છે. મુખ્ય શિક્ષકની પસંદગી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ આચાર્યમાં તરીકે થતાં શાળાના શિક્ષકો તેમજ ખાંડા હડમતિયા ગામના તમામ નગરિકોએ ખૂબ જ અભિનંદન પાઠવેલ છે અને ગૌરવ અનુભવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.