સુરત શહેરમાં તારીખ 2 સપ્ટેમ્બર 2023 શનિવારના રોજ ઉધના મગદલ્લા રોડ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતના તમામ પ્રોપર્ટી બ્રોકરસ ભાઈઓ અને બહેનો માટે - At This Time

સુરત શહેરમાં તારીખ 2 સપ્ટેમ્બર 2023 શનિવારના રોજ ઉધના મગદલ્લા રોડ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતના તમામ પ્રોપર્ટી બ્રોકરસ ભાઈઓ અને બહેનો માટે


સુરત શહેરમાં તારીખ 2 સપ્ટેમ્બર 2023 શનિવારના રોજ ઉધના મગદલ્લા રોડ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતના તમામ પ્રોપર્ટી બ્રોકરસ ભાઈઓ અને બહેનો માટે સાતમો રીયલ એસ્ટેટ એવોર્ડ અને બિઝનેસ મીટીંગ 2023 નું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ ભવ્ય એવોર્ડ ફંક્શનમાં ગુજરાતભર માંથી 1200 જેટલા પ્રોપર્ટી બ્રોકરસ મહિલાઓ અને પુરુષોએ આવીને કોન્ફરન્સ નો ભાગ લીધો. એટલું જ નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાંથી રીયલ એસ્ટેટ એસોસિએશન ના પ્રમુખ અને ઉપપ્રમુખ , સભ્યો સાથે રીયલ એસ્ટેટ ગ્રુપના તમામ હોદ્દેદારોએ પણ અહીં આવીને આ ભવ્ય કાર્યક્રમનો લહાવો લીધો. આ કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર નિલેશ રીયલ ઈસ્ટેટ ગ્રુપ, સાથે playtinum સ્પોન્સર ટ્રાયોમ રીઅલટી , દ્વારા કરવામાં આવેલ હતું.

આ ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમમાં બિલ્ડર નિલેશ રીયલ એસ્ટેટ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ જાદવ, ટ્રાયમ રિયાલટી ચેરમેન સુરેશ ગોંડલીયા, રેરા કમિટી ક્રેડાઈ નેશનલ કો-ચેરમેન સુરેશ પટેલ, ચેરમેન ક્રેડાઈ સુરત રાવજુભાઈ, મિસિસ ગેલેક્સી ક્વિન 2019 મિસિસ શિરોમણી પટેલ, ફેશન મોડેલ પૂજા ખલાસી, બિઝનેસ કન્સલ્ટન્સ અને ઈન્ફ્યુલેન્સર પૂજા વ્યાસ, એડવોકેટ પ્રીતિ જોષી, શ્રીબા વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ ખત્રી,
પ્રેસિડેન્ટ અમદાવાદ એસ્ટેટ બ્રોકર એસોસિએશન અને એક્સ મેયર અમદાવાદ ના ગૌતમ શાહ આ બધા તમામ પ્રોગ્રામના મુખ્ય અતિથિના હસ્તે ટ્રોફીઓ, એવોર્ડસ આપી સન્માન કરવામાં આવ્યુ. સાથે સાથે આ પ્રોગ્રામમાં આવેલ દરેક મહેમાનને, ગ્રુપના તમામ સભ્યોને, ડેવલોપરસ મિત્રોને સર્ટીફીકેટ આપીને પણ સન્માન આપવામાં આવ્યું.

એટલું જ નહીં પણ આ કાર્યક્રમમાં આવેલ દરેક મહેમાનો ના મનોરંજન માટે ગ્રુપ ડાન્સ સાથે લકી ઇનામી ડ્રો રાખીને આવેલ વિશેષ મહેમાનોના હસ્તે ગિફ્ટસ પણ આપવામાં આવી. આ સમગ્ર ભવ્યથી અતિ ભવ્ય પ્રોગ્રામ ના *સંચાલક સેન રીયલ એસ્ટેટ ટાઈમ્સ મેગેઝિનના ના* ઓનર ભરત દેવડાએ કર્યું હતું. જેમણે આવેલ દરેક મહેમાનો માટે કાર્યક્રમના અંતે ભવ્ય ભોજનની સારી એવી વ્યવસ્થા પણ કરી હતી.

રિપોર્ટ દક્ષા ભાવસાર સુરત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.