દહેગામ ના ચેખલાપગી ગામમાં નાગપંચમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
.દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આજે નાગપંચમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ગામના ગોગાબાપા મંદિર તેમજ ખાબરા વાળા ગોગા મહારાજ મંદિર ફૂલો થી શણગારવામાં આવ્યું હતું. આ ગોગાબાપા ના મંદિર માં આજે સમસ્ત ચેખલાપગી ગામના ભાવિ ભક્તો તેમજ આજુબાજુ ના ભાવિ ભક્તો બાપા ના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સવારે ગોગાબાપા ના મંદિરે ધ્વજા ચઢાવવામાં આવી હતી ત્યારબાદ ગામના સોલંકી મનોજકુમાર કાન્તિસિંહ દ્વારા સમગ્ર ચેખલાપગી ગામના ભાવિભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે નાગપંચમી ના પાવન દિવસે સમસ્ત ચેખલાપગી ગામની પાવન ધરતી પર બિરાજમાન ગોગા બાપાના દર્શન નો અનેરો લાભ લઇ ભક્તો ભક્તિના રંગ માં રંગાઈ જવા પામ્યા હતા.ચેખલાપગી ગામના ગોગાબાપા ના ભુવાજી દેસાઈ અજમેલભાઈ તથા ખાબરા વાળા ગોગાબાપા ના ભુવાજી રાઠોડ ભુરાજી દ્વારા સમસ્ત ચેખલાપગી ગામ તથા ભાવિભક્તોનો આભાર માન્યો હતો. . , , . .................................. ........રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.