હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કેફી પીણાની 2325 બોટલો પકડી પાડતી મોરબી એસ.ઓ.જી. - At This Time

હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કેફી પીણાની 2325 બોટલો પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.


હળવદના ચરાડવા ગામેઆયુર્વેદિકની આડમાં બજારમાં હર્બી પીણા તરીકે વેચાણ/કબજામાં રાખતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર,એસ.ઓ.જી.ના માર્ગદર્શન હેઠળ ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી પોલીસ સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મિયાત્રાને સંયુક્ત બાતમી મળેલ કે, મોરબી હળવદ રોડ પર ચરાડવા ગામે બસ સ્ટેશન પાસે મુરલીધર પાન સેન્ટરની દુકાન વાળા રાજેશભાઇ ડાયાભાઇ સોનગ્રા રહે ચરાડવા ગોપાલનગર વાળો તેના કબજામ ભોગવટા વાળા રહેણાંક મકાનમાં આવેલ દુકાન/ગોડાઉનમાં આયુર્વેદિક શંકાસ્પદ કેફી પીણાની બોટલોનો મોટો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે. તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબનો માણસ તથા કુલ મુદ્દામાલ બોટલ નંગ ૨૩૨૫ કિંમત રૂપિયા ૩,૪૬,૪૨૫ તેના કબજા ભોગવટા વાળા સ્થળેથી મળી આવતા સદરહુ મુદ્દામાલ બીલ કે આધાર વગરનો ગેરકાયદેસરનુ જણાતા સી.આર.પી.સી.કલમ-૧૦૨ ૪ મુજબની ધોરણસરની કાર્યવાહી હળવદ પો.સ્ટે.માં કરવામાં આવેલ છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.