વિસાવદર કોર્ટમાં ૯મી સપ્ટેમ્બરે ભવ્ય લોક અદાલત યોજાશે - At This Time

વિસાવદર કોર્ટમાં ૯મી સપ્ટેમ્બરે ભવ્ય લોક અદાલત યોજાશે


વિસાવદર કોર્ટમાં ૯મી સપ્ટેમ્બરે ભવ્ય લોક અદાલત યોજાશેવિસાવદરતા.રાષ્ટ્રીય કાનૂની સેવા સમિતિ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા.૯/૯/૨૩ને શનિવારના રોજ એક ભવ્ય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત વિસાવદરની બન્ને કોર્ટમાં પણ આજ દિવસે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં પી.જી.વી.સી. એલ.કંપનીના વીજ બીલના તમામ પ્રકારના દાવાઓ તથા કોર્ટના હુકમ બાદ કોર્ટમાં કરવામાં આવેલી રકમ વસુલ કરવાની દરખાસ્તોમાં તથા પાવરચોરીનું બિલ હોય તેવા ગ્રાહકોને વર્તમાન પી.જી.વી.સી.એલ. કંપનીની થ્રિ ટાયર સ્કીમ મુજબ રકમ ભરી આપવામાં આવે તેવા ગ્રાહકોને વધુમાં વધુ ૨૦% કે વધુમાં વધુ રૂપિયા ૨૦,૦૦૦/- તે બન્ને માંથી જે ઓછું થતું હશે તેનો લાભ આપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે આ ઉપરાંત તમામ પ્રકારના બેન્કોને લગતા કેસોમાં રકમમાં બાંધછોડ કરી વન ટાઈમ સેટલમેન્ટ યોજનામાં તથા નવી લોન રીન્યુ કરી જુના કેસોમાં વ્યાજ,કોર્ટ ફી,વકીલ ફી માફ કરી આપવામાં આવનાર હોય આ અંગે અધિક સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળી સાહેબના માર્ગદર્શન હેઠળ વિસાવદર સિવિલ જજ શ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ છેલ્લા બે મહિનાથી આ અંગેની તૈયારીઓ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે તથા આ અંગે અગાવથી આવા કેસો અંગે આગોતરું આયોજન કરી જે લોકો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં રાખવા કે મુકવા માંગતા હોય તેવા ગ્રાહકોને પોતાનો કેસ લોક અદાલતમાં રાખવા માંગતા હોય તેઓએ અગાવથી બેંકો,તથા પી.જી.વી. સી.એલ. કંપનીની કચેરીએ તથા પોલીસ કેસોમાં સમાધાન તથા કબુલાત માટેના કેસો માટે જે તે કચેરીઓનો સંપર્ક કરવા અને કોર્ટ કેસમાં વિકલ્પે તાલુકા કાનૂની સેવા સમિતિ વિસાવદર ના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટીનો કોર્ટના સમય દરમિયાન સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.