રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ શહેરા ને ગોધરા તાલુકાની કારોબારી સભા યોજાઇ
પંચમહાલ
આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલમાં શહેરા તાલુકો અને ગોધરા તાલુકાની નવનિયુક્ત હોદ્દેદારોને કારોબારી સભા શહેરા મુકામે મરડેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ બી આર સી ભવન ખાતે યોજાઈ. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. શ્રીમતી મીરાબેને સરસ્વતી વંદના કરાવી અને ભારત માતાનું નામ લઇ સંઘની કાર્યપ્રણાલી પ્રમાણે કાર્યક્રમને આગળ વધાર્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉ. બું.ડેમલી સ્કૂલ ના શિક્ષક અને શિક્ષણ જગતમાં અનોખું નામ ધરાવતા એવા આદરણીય શ્રી ઇન્દ્રવદન પરમાર સાહેબની વર્ણી કરવામાં આવી હતી.નવનિયુક્ત શહેરા ને ગોધરા બંને તાલુકાના તમામ જવાબદર શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લામાંથી જીલ્લા અધ્યક્ષ શ્રી જીતેન્દ્ર ઠાકર.મોહનભાઇ ચારેલ, મહામંત્રી શ્રી જીતેન્દ્રસિંહ પરમાર તથા એમિશભાઈ જરસાનીયા, ઉપાધ્યક્ષ શ્રી જયંતિલાલ પટેલ . દેવેન્દ્ર સોલંકી , મહિલા ઉપાધ્યક્ષ મીરાબેન સાદરિયા ઉપસ્થિત રહ્યા હતા. શહેરા તાલુકા અધ્યક્ષ કમલેશ ભાઈ પટેલ અને તેમની ટિમ તથા ગોધરા અધ્યક્ષ હેમરાજસિહ વિરપરા તથા તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી . સાથે માતૃશક્તિ પણ ઉપસ્થિત રહ્યા હતા .
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની વિચારધારા અને કામ કરવાની પધ્ધતિથી શિક્ષણ આલમમાં પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોટું વટવૃક્ષ બની રહ્યું છે ત્યારે જિલ્લામાંથી સારસ્વત મિત્રો દ્વારા પણ ખુબ જ સાથ સહકાર અને આદર મળી રહ્યો છે. શ્રી મોહનભાઈ ચારેલ સાહેબ દ્વારા સંઘમાં કાર્ય કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ અધ્યક્ષ શ્રી ઇન્દ્રવદનભાઈ પરમાર સાહેબ સંઘ પરિચય આપ્યો અને નેતૃત્વ ને કેવી રીતે આગળ વધારવું અને શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવી તેના વિશે માર્ગદર્શન આપ્યું. જિલ્લાના સંગઠન મંત્રી શ્રી અતુલભાઇ પંડ્યા એ પણ સંઘ વિશે પોતાના વિચારો રજૂ કર્યા અને દરેક સ્કૂલના શિક્ષક સુધી સંપર્ક કરવો તેવું સૂચન પણ કર્યું. શ્રી જયંતીભાઈ પટેલે પણ પોતાના વક્તવ્યમાં સંઘ માટે વફાદાર રહેવું પ્રામાણિકતાથી કામ કરવું અને પૂરી નિષ્ઠાથી કામ કરવું તેના વિશે માર્ગદર્શન આપ્યું.જિલ્લાના તથા તાલુકાના પડતર પ્રશ્નો ના સમાધાન વિશે પણ અધ્યક્ષ જીતેન્દ્ર ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રાન્ત કક્ષાની ટિમ સતત સરકાર ના સીધા સંપર્કમાં રહી પ્રયત્નો કરી રહી છે અને તેનું સમાધાન પણ જરૂર આવશે. શ્રી એમિશભાઈએ સંઘનો વ્યાપ્ત કઈ રીતે કરવો તેના વિશે માર્ગદર્શન આપી જવાબદાર વ્યક્તિઓનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિશાલભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જીતેન્દ્રસિંહ પરમારે કલ્યાણ મંત્ર કરાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.