રાજઘરા ડુંગરની તળેટીમાં પાનમ નદી કાંઠે આવેલુ છે શ્રી વિશ્વનાથ મહાદેવ કેળધરા મંદિર | - At This Time

રાજઘરા ડુંગરની તળેટીમાં પાનમ નદી કાંઠે આવેલુ છે શ્રી વિશ્વનાથ મહાદેવ કેળધરા મંદિર |


મહીસાગર જિલ્લા મથક લુણાવાડાથી આઠ કીમીના અંતરે અંતરિયાળ વિસ્તારમાં વિશ્વનાથ કેળધરા મહાદેવનું મંદિર રમણીય પ્રાકૃતિક સ્થળ આવેલું છે. રાજઘરા ડુંગરની તળેટીમાં પાનમ નદીને કિનારે આ મંદિર સાથે મહાભારત કાળની કથા જોડાયેલી છે. શ્રાવણ માસમાં શિવભક્તો અહીં હોમ હવન સહિત પૂજા અર્ચના મહાદેવની ભક્તિ કરે છે.

આ પૌરાણિક શિવાલયની લોકવાયકા છે કે મહાદેવની પૂજા કર્યા વિના ભોજન ન કરવાના યુધિષ્ઠિરના વ્રતના કારણે ભોજન વગર ભીમની વ્યાકુળતાએ અહીં આ શિવલિંગ પાંડવોએ સ્થાપિત કર્યું છે. તેમજ પૂજા માટે પાણી લાવવા અર્જુને તીર મારીને ગંગાજી પ્રગટ કર્યા અને તે અવિરત ઝરણું કયારેય સુકાતું નથી આજે પણ આ મીઠા પાણીનો આસપાસના લોકો પીવા માટે ઉપયોગ કરે છે. રાજવી પરિવારે વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા બાદ મનોકામના પુર્ણ થતાં આ વિસ્તારમાં કેળાં વહેંચ્યા અને આ મહાદેવનું નામ કેળધરા તરીકે ઓળખાતું થયું. અહીં ભાવિક ભક્તો કેળાં ધરાવે છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી નિત્ય અવરજવર ઓછી હોય છેમ પરંતું ખાસ આમલી અગિયારસ,સર્વ પિતૃ અમાવસ, શ્રાવણ માસ સહિતના પાવન દિવસોમાં શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લે છે સાથે સાથે આ પ્રાકૃતિક સ્થળે પ્રકૃતિનો આનંદ માણે છે.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.