હળવદના મેરૂપર ગામે આંતરિક ઝઘડામાં ખેત શ્રમિકની હત્યા
હળવદના મેરૂપર ગામે આવેલ વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા આધેડ ની પત્થર ના ઘા મારી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે.
મળતી વિગત પ્રમાણે, હળવદ તાલુકાના મેરૂપર ગામે આવેલ ખેતરમાં મજૂરી કરતા અને ત્યાં જ રહેતા દેવજીભાઈ ચૌહાણ (ઉ.૫૫) ની પત્થર ના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી છે. તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક જે વાડીએ રેહતા હતા અને મજૂરી કામ કરતા હતા તેની બાજુની વાડીના મજૂર સાથે માથાકૂટ થઈ હતી જેમાં પત્થરોથી હુમલો થયો હતો. જે દરમિયાન પત્થર નો જીવલેણ ઘા વાગી જતાં દેવજીભાઈ નુ મોત નીપજ્યું હતું.જેથી હળવદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગુનો નોંધી તપાસ આગળ હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.