મનપાની ટીમે કાર્યવાહી શરૂ કરતાં મહિલાઓનો હંગામો : આખરે દબાણ દૂર કરાયું - At This Time

મનપાની ટીમે કાર્યવાહી શરૂ કરતાં મહિલાઓનો હંગામો : આખરે દબાણ દૂર કરાયું


ગાયત્રીનગરમાં માલધારીની પેશકદમી, રહેવાસીઓની અનેક ફરિયાદ બાદ તંત્રની કાર્યવાહી

જોહુકમી ચલાવવા માટે મહિલાઓને આગળ ધરી પુરુષોએ પાછલા રસ્તેથી ગાયો ભગાડી દીધી

શહેરમાં રખડતા ઢોરના ત્રાસમાં સૌથી મોટી ભૂમિકા નફાખોર કથિત પશુપાલકોની છે. તેઓ ઢોર રખડાવે અને બાંધવા હોય તો પણ જાહેર માર્ગ પર અથવા તો કોઇ જાહેર મિલકતમાં બાંધીને રાખે છે જેથી ગંદકી થાય છે. આવો જ એક ન્યૂસન્સ પોઇન્ટ ગાયત્રીનગરમાં જૂની શાળા નંબર 34માં બન્યો હતો. જ્યાં વારંવાર સૂચના આપવા છતાં કોઇ કામગીરી ન થતા મનપાની ટીમ પહોંચી હતી જ્યાં મહિલાઓએ સ્ટાફને ગાળો ભાંડી હતી અને ગાયો છોડવા લાગી હતી. છતાં 3 પશુ પાંજરે પૂરી દબાણ દૂર કરીને ટીમે જગ્યા ચોખ્ખી કરાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.