જસદણના કલાકારને મળ્યો ગુજરાતી ફિલ્મ ફેમિલી ૨૦૨૩ નો એવોર્ડ
જસદણના કલાકારને મળ્યો ગુજરાતી ફિલ્મ ફેમિલી ૨૦૨૩ નો એવોર્ડ
તા. 30 જુલાઈ ના રોજ ગાંધીનગર ખાતે શ્રી ક્રિષ્ના પ્રોડક્શન નકુલ વચેતા ફિલ્મ ડિરેક્ટર તેમજ તેમની ટીમ દ્વારા "GFFA" ગુજરાતી ફિલ્મ ફેમિલી એવોર્ડ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાંથી ઘણા બધા નાના મોટા ડાન્સર, પ્રોડ્યુસર, એક્ટર, મોડેલ, સિંગર, લેખક વગેરે વગેરે નામાંકીત કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં આપણા જસદણ શહેરનાં નામાંકીત એવા નટરાજ ડાન્સ એકેડેમી ડાંસ ટીચર એવા નિકુલ રાખોલિયાની પસંદગી થઈ હતી અને તેઓ પણ ત્યાં હાજર રહ્યા હતાં. નિકુલ રાખોલિયાને પણ ગુજરાતી ફિલ્મ ફેમિલી ૨૦૨૩ નો એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યા હતાં તેઓ પોતે બે ગુજરાતી અર્બન ફિલ્મ તેમજ એક હિન્દી બોલીવુડ ફિલ્મમાં પણ રોલ કરી ચૂક્યા છે. ખુબ પ્રખ્યાત અને બધાને મન ગમતું ગીત "ગોરી તમે મનડાં લીધા મોહી" આ ગીતમાં અને ફિલ્મમાં પણ નિકુલ રાખોલિયા તમને નજરે પડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.