“હિન્દૂ-મુસ્લિમ હમ સાથ સાથ હૈ” કોમી એકતા નો અદભુત સદેશ યા હુસેન માં ગગન ભેદી નાદ તાજીયા ના ઝુલુસ વચ્ચે શ્રીમદ્રભાગવત કથા ની પોથી યાત્રા એકજ સમયે એકજ રસ્તે પસાર થઈ - At This Time

“હિન્દૂ-મુસ્લિમ હમ સાથ સાથ હૈ” કોમી એકતા નો અદભુત સદેશ યા હુસેન માં ગગન ભેદી નાદ તાજીયા ના ઝુલુસ વચ્ચે શ્રીમદ્રભાગવત કથા ની પોથી યાત્રા એકજ સમયે એકજ રસ્તે પસાર થઈ


"હિન્દૂ-મુસ્લિમ હમ સાથ સાથ હૈ"

કોમી એકતા નો અદભુત સંદેશ યા હુસેન માં ગગન ભેદી નાદ તાજીયા ના ઝુલુસ વચ્ચે

શ્રીમદ્રભાગવત કથા ની પોથી યાત્રા એકજ સમયે એકજ રસ્તે પસાર થઈ.

દામનગર સમસ્ત શહેર આયોજિત શ્રી મદ્રભાગવત કથા ની પોથી યાત્રા છભાડીયા રોડ થી પ્રસ્થાન થઈ પટેલવાડી કથા સ્થળે જતા શહેર ના સરદાર ચોક ખાતે પહોંચી જ્યાં તાજીયા ના ઝુલુસ વચ્ચે મુસ્લિમો એ ડીજે ઉપર કીર્તન ની ધૂન વગાડી શ્રી મદ્રભાગવત કથા ના શાસ્ત્રી જયેશભાઈ પંડયા નો અનેરો સત્કાર કર્યો સરદાર ચોક ખાતે કરબલા ના શહીદ ઇમા હુસેન નો ચોંકારો લેતા સમસ્ત મુસ્લિમ સમાજે પુરા અદબ સાથે શ્રી મદ્રભાગવત કથા ની પોથી યાત્રા પસાર કરાવી ભગવાન શ્રી કૃષ્ણ ની ધૂન વગાડી જુલુઝ નું ડીજે પોથી યાત્રા માં સામેલ કરી દેવાયું કોમી એકતા સામાજિક સંવાદિતા ના દર્શનીય નજારા સાથે શહેર માં પહેલી વાર એકજ રસ્તા ઉપર એકજ સમયે હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ના ધાર્મિક ઉત્સવ ઉજવાયા યા.હુસેન ના ગગન ભેદી નાદ ના ચોકારા વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ ના કીર્તન ની ધૂન સાથે પોથી યાત્રા પસાર કોમી એકયતા ભાતૃપ્રેમ સાથે સામાજિક સંવાદિતા ના દર્શન કરાવતી પરસ્પર કોમી એકતા જોવા મળી તાજીયા ના ઝુલુસ માં કરબલા ના શહીદો ને શ્રી મદ્રભાગવત કથા માં પધારેલ પૂજ્ય સંતો એ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા આ તકે છોટુપરી બાપુ અમરશીભાઈ નારોલા દિલીપભાઈ ભાતિયા રવજીભાઈ માલવીયા નટુભાઈ ભાતિયા વિમલ ઠાકર મહેશભાઈ પંડયા ઇકબાલભાઈ ડેરૈયા બાવદિનભાઈ ચુડાસમા મુસાભાઈ ચુડાસમા યાસીન ચુડાસમા અસલમ મોગલ મહેબૂબ ચૌહાણ અશરફ મહેતર ફિરોજ મહેતર સહિત અનેકો સામાજિક અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.