થાનના ખાખરાથળ ગામે રામજી મંદિરના ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોકડ રૂ.32,000 તથા મોબાઇલ નંગ 6 કિ.રૂ.45,000 તથા મોટરસાયકલ નંગ 3 કિ.રૂ.1,45,000 તથા સ્ફીફટ કાર રૂ.2,00,000 એમ કુલ મળીને રૂ.4,22,000 નો મુદ્દામાલ કબજે કર્યો.
થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા સુચના આપી અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સૂચના આધારે પી.આઈ આઈ બી વલવી તથા પો.કો. કરસનભાઈ લોહ, રામવા રાજૈયા, કરસનભાઈ લોહ, મુન્નાભાઈ રાઠોડ સહિત ટીમ દ્વારા થાનગઢ તરણેતર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે ખાખરાથળ ગામમાં આવેલ રામજી મંદિરના ચોરા પાસે જાહેરમાં જુગાર રમે છે તે બાતમી આધારે રેડ કરતા આરોપી, જીતુભાઈ ઉર્ફે લાલો વાઘુભાઈ ધાંધલ ખાખરાથડ થાનગઢ, રમેશભાઈ ઉર્ફે જાડિયો મનજીભાઈ રંગપરા ખાખરાથળ થાનગઢ, રાજુભાઈ કાનભાઈ ખાચર વેલાળા થાનગઢ, ગોગાભાઈ સાદીળભાઈ ખાચર વેલાળા થાનગઢ, તથા નાસે જનાર રણછોડ મોતીભાઈ રબારી ખાખરાથડ થાનગઢ, ભલાભાઇ નાનુભાઈ સારદીયા ખાખરાથળ થાનગઢ, વિજયભાઈ ગભરૂભાઈ માલા વેલાળા થાનગઢ, કુલદીપ ભાઈ બાબભાઈ ખાચર વેલાળા થાનગઢ, રઘુભાઈ રામાભાઈ કોળી ખાખરાથળ થાનગઢ, અરવિંદભાઈ વિનોદભાઈ કોળી ખાખરાથળ થાનગઢ, હકુભાઈ વિક્રમભાઈ ધાંધલ થાનગઢ વાળાઓ રોકડા રૂ.32,000 તથા મોબાઇલ ફોન નં.6 કિ.રૂ.45,000 તથા સ્ફીફટ કાર કિ.રૂ.2,00,000 તથા મોટરસાયકલ નંગ 3 કિ.રૂ.1,45,000 એમ કુલ મળીને રૂ.4,22,000 ના મુદ્દામાલ સાથે આરોપી એક થી ચાર જુગાર રમતા મળી આવી પકડાઈ જઈ તેમજ આરોપી સાત થી અગીયાર નાઓ જુગાર રમતા નાસી જવામાં સફળ રહ્યા ત્યારે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.