રાજુલા શહેરમાં ચોમાસામાં માર્ગો બિસ્માત થતાં મોરમ પાથરવાની કામગીરી શરૂ થતા લોકોમાં રાહતની લાગણી - At This Time

રાજુલા શહેરમાં ચોમાસામાં માર્ગો બિસ્માત થતાં મોરમ પાથરવાની કામગીરી શરૂ થતા લોકોમાં રાહતની લાગણી


રાજુલા શહેરમાં ચોમાસાના લીધા શહેરના વિવિધ મુખ્ય માર્ગો તેમજ સોસાયટીના માર્ગમાં તૂટી જતા અને ખાડાઓ પડી જતા લોકોને ભારે પાડી રહી હતી તે બાબતે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા હતા અને ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને આજરોજ નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હતી

રાજુલા શહેર ના મુખ્ય માર્ગો માં આવેલ મુખ્ય માર્ગ વાવેરા રોડ,રાણાતાની ડેરી રોડ, ભેરાઈ રોડ તેમજ રહેણાંક વિસ્તારમાં રોડ ખરાબ હાલતમાં હોય જેથી
રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી બોરડ સાહેબ તેમજ મામલતદારશ્રી જાદવ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ની ટીમ તથા પૂર્વ સદસ્ય રણછોડભાઈ મકવાણા તેમજ નગરપાલિકા ના કર્મચારી અજયભાઈ રોડ રીપેર કરવા માટે મોરમ નાખવાં કામગીરી હાથ ધરવામાં આવેલ.

તેમજ નગરપાલિકા નું ટેક્ટર હાલ તાજીયા હોય જેથી ટેક્ટર હાલ સફાઈ ની કામગીરી ઉપર વ્યસ્ત હોય જેથી પોતે રણછોડભાઈ મકવાણા પોતે ટેક્ટર લઈ ને આ કામગીરી કરાવેલ.

આ કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે ત્યારે રાજુલા શહેરના ઘણા ખરા વિસ્તારોમાં પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે તમામ વિસ્તારોમાં આ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી શહેરીજનોમાંથી ઉઠવા પામી છે

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.