જસદણ એસટી ડેપોમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને સમયસર બસની સુવિધા નહીં મળતા હોબાળો - At This Time

જસદણ એસટી ડેપોમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને સમયસર બસની સુવિધા નહીં મળતા હોબાળો


(નરેશ ચોહલીયા) જસદણ, તા. ર૮ : જસદણ એસટી ડેપોમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ સમયસર બસની સુવિધા મળતી ન હોવાથી ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ માટે જસદણ એસટી ડેપોનું વહીવટી તંત્ર સમયસર બસ ફાળવતું ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓને ભણતરમાં પણ ખૂબ જ મોટી ખોટ પડી હતી. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ અને મુસાફરો દ્વારા જસદણ એસટી ડેપો મેનેજરને આ અંગે રજૂઆત કરવામાં આવે છે. પરંતુ જસદણ એસટી ડેપોનું વહીવટી તંત્ર આ બાબતે આંખ આડા કાન કરતું હોય તેવું જણાઈ આવ્યું હતું.

સરકારના આ સ્વપ્નો ઉપર જસદણનું એસટી ડેપોનું વહીવટી તંત્ર પાણી ફેરવી રહ્યું હોય તેમ જણાઈ આવે છે. વિદ્યાર્થીઓને સમયસર ભણતર કરવાના સ્થળ સુધી પહોંચાડવા માટે તેમજ તેમના ભણતરમાં રૂકાવટ ન આવે તે માટે દરેક એસટી ડેપોના વહીવટી તંત્રને સમયસર રૂટ ચાલુ કરવા માટે ઉચ્ચ કક્ષાએથી સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે. પરંતુ ઘોર- અંધેર વહીવટ ચલાવતું આ જસદણનું એસટી ડેપોનું વહીવટી તંત્ર સરકારના નિયમોને પણ ઘોળીને પી ગયું હોય તેવું જોવા મળ્યું હતું.

જસદણ એસટી ડેપોનું વહીવટી તંત્ર અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે સમયસર બસની સુવિધા આપતું ન હોવાથી વિદ્યાર્થીઓ સમયસર શાળાએ કે કોલેજે પહોંચી શકતા નથી. જસદણ એસટી તંત્ર દ્વારા મનફાવે ત્યારે બસનો રૂટ અચાનક બદલી દેવામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓમાં અને અન્ય મુસાફરોમાં અફડાતફડીનો માહોલ સર્જાય છે. જેથી જસદણ એસટી ડેપોનું વહીવટી તંત્ર વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને સમયસર બસની સુવિધા પૂરી પાડે તેવી માંગ ઉઠવા પામી છે.

રાજકોટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નોકરીયાતો કલાકો સુધી બસની રાહ જોઈને ડેપોમાં ઉભા રહે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ટાઈમે બસની સુવિધા મળતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર શાળાએ કે કોલેજે પહોંચી શકતા ન હોવાથી તેમને ભણવામાં ખુબ જ અગવડતા પડે છે. જસદણ એસટી ડેપોમાં સમયસર બસ આવતી ન હોવાથી નોકરીયાત વર્ગને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જો આ પ્ર` કોઈ રજૂઆત કરવા માટે જાય તો ઉડાઉ જવાબ આપવામાં આવે છે.

આ ઘટના બાબતે જસદણ એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ડેપો મેનેજર ભાવનાબેન ગૌસ્વામીનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. છતાં પણ જસદણ એસટી ડેપોના વહીવટી તંત્રને કોઈ ફરક પડતો ન હોય તેવું લાગી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.