બોટાદ ખાતે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય સદાશિવ બોપાટેના અધ્યક્ષસ્થાને ‘નવી શિક્ષણ નીતિ-૨૦૨૦’નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ - At This Time

બોટાદ ખાતે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય સદાશિવ બોપાટેના અધ્યક્ષસ્થાને ‘નવી શિક્ષણ નીતિ-૨૦૨૦’નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


બોટાદ ખાતે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય સદાશિવ બોપાટેના અધ્યક્ષસ્થાને ‘નવી શિક્ષણ નીતિ-૨૦૨૦’નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ બાળકોના સર્વાંગી વિકાસને
ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે,નવી શિક્ષણ નીતિ થકી શિક્ષણમાં પારદર્શિતા જળવાશે
બોટાદ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાચાર્ય સદાશિવ બોપાટે
જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ધો-૬માં પ્રવેશ ઇચ્છુક બાળકોએ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન અરજી કરવા પ્રાચાર્નો અનુરોધ,જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરસ હોલ ખાતે બોટાદ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય સદાશિવ બોપાટેના અધ્યક્ષસ્થાને નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક્સ મીડીયાના કર્મીઓને સંબોધતા જણાવ્યું હતુ કે, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ દેશ અને વિશ્વમાં તેમની કુશળતા થકી દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકે તે માટે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ ઘડવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. નવી શિક્ષણ નીતિની વાત કરતાં આચાર્ય સદાશિવ બોપાટેએ કહ્યું કે, નવોદર વિદ્યાલયમાં હવે ૫+૩+૩+૪+૪ ના માળખાનું અમલીકરણ કરાશે. દરેક પ્રકારના ઇ-કન્ટેન્ટને તમામ ક્ષેત્રીય ભાષાઓમાં ટ્રાન્સલેટ કરાશે અને વર્ચ્યુઅલ લેબનું નિર્માણ કરાશે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે ભારતીય સંસ્કૃતિના શિક્ષણને પ્રાધાન્યતા, નવી શિક્ષણ નીતિ થકી શિક્ષણમાં પારદર્શિતા જળવાશે તેમજ બાળકોને સુશાસનની સાથે વિવિધ ભાષાઓમાં શિક્ષણ પણ પુરૂં પડાશે, પ્રાચાર્યશ્રી બોપાટેએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી માહિતી આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બોટાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બાળકો જવાહર નવોદય વિદ્યાલયમાં સમયસર પ્રવેશ મેળવી શકે તે માટે વર્ષ-૨૦૨૩-૨૪ માટે ધો-૬માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી તા.૧૦/૦૮/૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે. પ્રવેશ પસંદગી પરીક્ષા તા.૨૦/૦૧/૨૦૨૪ રહેશે. જિલ્લાના અસલ વતની હોય અને તે જ જિલ્લાનું આધારકાર્ડ ધરાવતા હોય અને તે જ જિલ્લાના સરકારી/સરકાર માન્ય શાળામાં શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ માં ધો-૫માં અભ્યાસ કરતાં ઉમેદવાર પ્રવેશ પરીક્ષા પાત્ર છે. જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને વિનામુલ્યે શિક્ષણ અપાતું હોવાનું તેમણે જણાવ્યું હતું. બોટાદ જિલ્લાના બાળકો જવાહર નવોદય વિદ્યાલયનું શિક્ષણ મેળવે તે માટે તમામ લોકો-વાલીઓને તેમનાં બાળકો માટે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનું ફોર્મ ભરી પરીક્ષા અપાવવા અનુરોધ કર્યો હતો,સહાયક માહિતી નિયામક રાધિકા વ્યાસે પ્રેસકોન્ફરન્સની આભારવિધી કરી હતી. આ પ્રેસકોન્ફરન્સમાં બોટાદ જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષક એ.આર.પરમાર સહિત જિલ્લાના પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ અશરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.