મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામ સ્થિત પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રવીણ વિદ્યાલય ખાતે પોક્સો એક્ટ હેઠળ જ ‘બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામ સ્થિત પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રવીણ વિદ્યાલય ખાતે પોક્સો એક્ટ હેઠળ જ 'બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ ' યોજવામાં આવ્યો
જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીમતિ ભાર્ગવીબેન નિનામા તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જીજ્ઞેશભાઈ પંચાલ હાજર રહ્યા હતા. પ્રસ્તુત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓમાં બાળ સુરક્ષા તેમજ બાળલગ્ન અટકાવવા માટેનાં ખુબજ ઉમદા વિચારો રજૂ કરવામાં આવ્યાં હતા. સાથે પોકસો એકટ હેઠળ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને વિવધ કાયદાઓ, SPC હેથળની કલમો જોગવાઈ તથા ગુનો તે અંતર્ગત સજા અંગેની વિશિષ્ટ માહિતી આપવામાં આવી હતી.
તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા શાળાના શિક્ષકશ્રી સુરેશભાઈ રંગાડીયા દ્વારા યોજવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.