રાજુલા શહેરમાં મહિપરીએજ યોજનાનું પાણી અને ધાતરવડી ડેમ ઓવરફ્લો હોવા છતાં કર્મચારીઓ કામ ન કરે તેની સામે પગાર અટકાવવા સહિતની કાર્યવાહી કરવા માંગ - At This Time

રાજુલા શહેરમાં મહિપરીએજ યોજનાનું પાણી અને ધાતરવડી ડેમ ઓવરફ્લો હોવા છતાં કર્મચારીઓ કામ ન કરે તેની સામે પગાર અટકાવવા સહિતની કાર્યવાહી કરવા માંગ


ધારાસભ્ય વહીવટદાર સહિતના સમક્ષ રજૂઆત

રાજુલા શહેરમાં છેલ્લા એક મહિનાથી પાણીની ભારે હાડ મારી પડી રહી છે આ બાબતે ધારાસભ્ય એ પણ અવારનવાર બેઠકો અધિકારીઓ સાથે કરેલી છે પરંતુ તેમ છતાં ડેમ છલોછલ ભર્યો હોવા છતાં અને મહિપરીયજનું પાણી હોવા છતાં રાજુલા શહેરને પાણી વગરનું રાખવામાં આવી રહ્યું છે ત્યારે રાજુલાના શહેરીજનોમાં ભારે રોજ પામી જવા પામ્યો છે ભર ચોમાસે ઉનાળા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે

આ બાબતે આ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ નગરપાલિકાના વહીવટદાર સમક્ષ લોકોમાં એવી માંગણી ઉઠવા પામી છે અને રજૂઆત થવા પામી છે કે બંને સ્ત્રોત પાણીના હોવા છતાં યોગ્ય આયોજનના અભાવે પાણી વિતરણ થતું નથી અને રાજુલા નગરપાલિકામાં કાયમી કર્મચારી એક અને તેની નીચે કરાર આધારિત અસંખ્ય કર્મચારીઓ રાખી પાણી નું વિતરણ કરાતું હોય છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા ન હોય અને તેના અડધણ આયોજનના હિસાબે રાજુલા શહેરને પાણી મળતું નથી

ત્યારે આવા કર્મચારીઓ સામે પગલાં ભરી અને રાજુલા શહેરના પાણી વિતરણમાં યોગ્ય કામગીરી ન કરતા હોય તેવા કર્મચારીઓના પગાર બિલ અટકાવી અને પગાર અટકાવવા તેમજ રાજુલા શહેરને પાણી નિયમિત મળે તે દિશામાં કાર્યવાહી કરવા માટે શહેરીજનોમાં માંગણી ઉઠવા પામી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.