રાજકોટ : રસરંગ લોકમેળાના વિવિધ સ્ટોલ અને પ્લોટનો ડ્રો ૩૧જુલાઈ તારીખે યોજાશે….
રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે લોકમેળા સમિતિ દ્વારા તા.5થી તા.9 સપ્ટેમ્બર દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને કેટેગરી-બી રમકડા, કેટેગરી-સી ખાણીપીણી, કેટેગરી-જે મધ્યમ ચકરડી, કેટેગરી–કે(1) નાની ચકરડી, કેટેગરી-કે(2) નાની ચકરડીનો ડ્રો તા.24 જુલાઈના રોજ રાખવામાં આવ્યો હતો. જે હાલ અનિવાર્ય સંજોગોના કારણોસર તા.24ના બદલે તા.31 જુલાઈને સોમવારના રોજ સવારે 11 કલાકે રાખવામાં આવ્યો છે.
રસરંગ લોકમેળામાં કેટેગરી-બી રમકડાના 178 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 14 સ્ટોલ, કેટેગરી-જે મધ્યમ ચકરડીના 4 પ્લોટ, કેટેગરી–કે(1) નાની ચકરડીના 28 પ્લોટ, કેટેગરી-કે(2) નાની ચકરડીના 20 પ્લોટનો ડ્રો જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1)ના મિટિંગ રૂમ ખાતે કરવામાં આવશે, જેની સબંધકર્તા તમામ લોકોએ નોંધ લેવા લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર (શહેર-1)ની યાદીમાં જણાવાયું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.