ગીર-સોમનાથ જિલ્લામાં કુલ ૬૬ દિવ્યાંગ વિદ્યાર્થીને મળી શિષ્યવૃતિ - At This Time

ગીર-સોમનાથ જિલ્લામાં કુલ ૬૬ દિવ્યાંગ વિદ્યાર્થીને મળી શિષ્યવૃતિ


ગીર-સોમનાથ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગના દ્વારા વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ દરમિયાન ૬૬ દિવ્યાંગોને ૧,૨૪,૦૦૦ની શિષ્યવૃત્તિ મંજુર કરવામાં આવી છે.
જેમાં સમાજ સુરક્ષા વિભાગના દ્વારા જિલ્લામાં વર્ષ ૨૦૨૨થી ૨૦૨૩ દરમિયાન પ્રીમેટ્રિક વિભાગમાં ૬૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને પોસ્ટ મેટ્રીક વિભાગમાં ૧ દિવ્યાંગ વિદ્યાર્થી એમ કુલ ૬૬ દિવ્યાંગ વિદ્યાર્થીઓને કુલ રૂા.૧,૨૪,૦૦૦ની શિષ્યવૃત્તિ આપવામા આવી હતી. નોંધનીય છે કે, આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિવિધ કક્ષામાં અભ્યાસ કરતાં દિવ્યાંગ કે જે વિદ્યાર્થીની દિવ્યાંગ ટકાવારી ૪૦% થી ઓછી હોવી ન જોઇએ. તેઓ દ્વારા છેલ્લી વાર્ષિક પરીક્ષા ઓછામાં ઓછા ૪૦% ગુણથી ઉતિર્ણ થયેલ હોવા જોઈએ. તેને અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે અને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને મેળવી શકે છે.
આ યોજના અંતર્ગત અરજીઓ દર વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાનાં થોડા સમયમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવે છે અને સમય મર્યાદામાં ઓનલાઇન અરજીઓ કરવાની હોય છે. તેમજ તે અંગેની દરખાસ્ત સંબંધિત શાળા કોલેજ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને ઈણાજને રજુ કરવાની હોય છે.
ઉલ્લેખનીય છે કે.સમાજ સુરક્ષા વિભાગના દ્વારા પ્લે ગ્રુપ માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકોને રૂા.૧૦૦૦ તેમજ ધો. ૧ થી ૮ ના દિવ્યાંગ વિદ્યાર્થીને રૂા. ૧,૫૦૦ તેમજ ધો. ૯ થી ૧૨ તથા સમકક્ષ આઈટીઆઈ વિદ્યાર્થીઓમાં હોસ્ટેલરને રૂા.૨૫૦૦ અને ડેસ્કોલરને રૂા.૨૦૦૦ તેમજ બી.એ,બી.એસ.સી,બી.કોમ,અને સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ ડેસ્કોલરને રૂા.૩૦૦૦ અને હોસ્ટેલરને રૂા.૩૭૫૦ની શિષ્યવૃતિ મળે છે.
નોધનીય છે કે એમ ડી, એમ.એસ, એમ.એસ.સી, એમ.બી.એ, એમ.સી.એ,બી.સી.એ, પી.એચ.ડી. ફીઝીયોથેરાપી,ડીગ્રી તથા ડિપ્લોમાં કોર્ષ તેમજ એમ.એ,એમ.એસ.સી,એમ.કોમ,એલ.એલ.બીનાં વિદ્યાર્થીઓને ડેસ્કોલરને રૂા.૩૫૦૦ અને હોસ્ટેલરને રૂા.૪૫૦૦ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.તેમજ નિયમ મુજબ અંધ વ્યક્તિઓ માટે રીડર એલાઉન્સ રૂા.૧૫૦૦ આપવામાં આવે છે અને આ દિવ્યાંગ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરી આપવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.