પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય બોટાદ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અને જળ જન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજયો
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય બોટાદ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અને જળ જન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજયો
નશો એ સામાજિક દુષણ છે.દેશની આબાદીમાં કરોડો લોકો બીડી,સિગરેટ,તમાકુ,ગુટખા ડ્રગ અને દારૂના ગુલામો છે.જેને લઈ સ્વાસ્થ્ય લઈ અનેક બીમારીઓનો ભોગ બને છે.જેને લઈ ભારત સરકાર અને બ્રહ્માકુમારીના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન શરૂ કરેલ છે જેઅન્વયે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રાજયોગ મેડિટેશન અંતર્ગત મન સકારાત્મક બને છે જેને લઈ જે કોઈ નશો/વ્યસન વશ હોઈ તેમાંથી મુક્ત થાય છે.જળ જન અભિયાન ભારત સરકાર જળ શક્તિ મંત્રાલય અને બ્રહ્માકુમારીઝ સંસ્થા ગ્રામ વિકાસ પ્રભાગના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવેલ છે. પાણી અને પ્રકૃતિના સંરક્ષણ માટે સામુહિક ચેતના પ્રખર બને તેમાટે અભિયાન હાથ ધરેલ છે.આ બન્ને અભિયાનનો મંગલ શુભારંભ તા.૨૩/૭/૨૩ રવિવારે ઠે,પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,ઓમ શાંતિ નગર,ભાવનગર રોડ બોટાદ ખાતે સંસ્થાના વડા રાજ યોગીની બી.કે.નીતા બેનના અધ્યક્ષસ્થાને યોજાયો.કાર્યક્રમનો શુભારંભ પરમાત્માની યાદ પછી મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રગટનથી કરવામાં આવેલ.આ પ્રસંગે બોટાદ જીલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી,બોટાદ નગરપાલિકાના સેની.ઇસ્પેક્ટર ડી.બી.માઢક,જાયન્ટ્ગ્રુપ ઓફ બોટાદના પ્રમુખ ચંદુભાઇ સાવલીયા , ભા.ડી.કો.બેંકના ડિરેક્ટર દામજી ભાઈ ઢીકવાળી,બી.કે.વર્ષાબેન ઉપસ્થિત રહેલઆ કાર્યક્રમમાં જળ જન અભિયાન અને નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગતની માહિતી બી.કે.નીતાબેને આપેલ.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.