ધંધુકાના જાળીયા ગામના ઉપેન્દ્રસિંહ ચાવડા એ મૃત્યુ પામેલા પોલીસ કોન્સટેબલની દોઢ વર્ષની દીકરી કાવ્યાબા ને દત્તક લીધી.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત માં અવસાન પામનાર પોલિસ જવાન ધર્મેન્દ્રસિંહ પરમાર ગામ-ચુડા ના 1 વર્ષના દીકરી કાવ્યાબા ને આજીવન દત્તક,,શિક્ષણ,લગ્ન અને લગ્ન બાદ ની જવાબદારી લેતા ઉપેન્દ્રસિંહ દિપસિંહજી ચાવડા.
ધંધુકા તાલુકાના જાળીયા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે વ્યવસાયે બિલ્ડરે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ કોન્સટે બલની દોઢ વર્ષની દીકરી કાવ્યાબા ને દત્તક લઇ આજીવન જીવન નિર્વાહનો ખર્ચ અને શિક્ષણથી લઇ લગ્ન બાદનો ખર્ચ ઉપાડવાની નેમ લીધી છે. ઉપેન્દ્રસિંહ ધંધુકામાં ચાલતી કન્યા ગુરુકુળની 21 દિકરીઓને દતક લઈ તેમની ભણવાની તમામ ખર્ચની જવાબદારીઓ પોતાના શિરે લીધેલ છે ત્યારે તેમને હાલમાં “ભાલના સાવજ તરીકેનું બિરુદ મળ્યુ છે. આમ તેમને બે દીકરી છે અને આ ત્રીજી દીકરીની જવાબ દારી ઉપાડી ત્રણ દીકરીના પિતા હોવાની ધન્યતા અનુભવી રહ્યા છે.
અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર તાજેતરમાં સર્જાયેલ અકસ્માતમાં નવ લોકોના મૃત્યુ થયેલ તેમાં ચુડા ગામના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર પિતાના એકમાત્ર પુત્ર સંતાન હતા આ ધર્મેન્દ્રસિંહને પણ સંતાનમાં માત્ર એક વર્ષની જ પુત્રી કાવ્યાબા છે ત્યારે તેમને આ પુત્રીના ભવિષ્યની ચિંતા થતા ઉપેન્દ્રસિંહ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહના પરિવારને જ્ઞાવેલ કે આજથી આ દીકરીને દત્તક લઉં છું અને આ આજીવન તેના જીવન નિર્વાહ નો ખર્ચ એટલે કે દીકરીના શિક્ષણથી લગ્ન સહિત અને લગ્ન બાદ નો પણ ખર્ચ પોતે ઉપાડશે તેમ કહ્યું અને આ દીકરીને દતક લીધી.
ધંધુકા તાલુકાના જાળીયા ગામના દિપસિંહજી ચાવડાના ચાર સંતાનો પૈકી ઉપેન્દ્રસિંહ ચાવડા વિવિધ ધંધાકીય ક્ષેત્રમાં સંકળાયેલા છે. તેમણે સમાજ સેવકની ટેક ધારણ કરી આસ્થા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી વર્ષ 2022 માં ભવ્ય તુલસી વિવાહ અને બીજા દિવસે સર્વ જ્ઞાતિય 111 દિકરીઓના સ્વખર્ચે સમૂહલગ્નોત્સવ કર્યા હતા. ત્યારબાદ બીજા સમૂહ લગ્નોત્સવ ગીરમાં ચારણ ગઢવીની 11 દિકરી ઓના સમૂહ લગ્નોત્સવ ખર્ચે કરાવ્યા હતા. અને 2023 માં ભવ્ય તુલસી વિવાહ અને ત્રીજા સર્વ જ્ઞાતિય 111 દિકરીઓના સ્વખર્ચે સમૂહલગ્નોત્સવ પણ આયોજન કરવામાં આવ્યું છે.
રીપોર્ટર : સી કે બારડ +917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.