ખાટડી દૂધ‌ઈ રૂટની એસ.ટી.બસ છેલ્લા ૬ મહિનથી બંધ થતાં હાલાકી - At This Time

ખાટડી દૂધ‌ઈ રૂટની એસ.ટી.બસ છેલ્લા ૬ મહિનથી બંધ થતાં હાલાકી


રસ્તાનું નવિનીકરણનાં કારણે રૂટ બંધ કરવામાં આવેલ હતો.

મુળી તાલુકાનાં ખાટડી દુધ‌ઈ ગામોને આવરી લેતી એસ.ટી.સુવિધા છેલ્લા ૬ મહિનાથી બંધ રહેતાં ગ્રામજનોને હાલ હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ રસ્તાનું નવિનીકરણ કામ ચાલી રહ્યું હતું ત્યારે આ એસ.ટી.ના તમામ રૂટ બંધ કરવામાં આવેલ હતાં પરંતુ કામ પુર્ણ થયાને ત્રણ મહિના જેવો સમય થયો હોવા છતાં આજદિન સુધી આ કોઈ રૂટ ચાલુ ન થતાં હાલાકી વેઠવી પડે છે હાલ એકપણ એસ.ટી. બસ આ બંને ગામોમાં ચાલતી નથી આ બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી બસ ચાલું કરવામાં આવી નથી આ બાબતે સુરેન્દ્રનગર જીલ્લા એસ.ટી.ડેપો અધિકારી સોલંકીનો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે ટુંક સમયમાં આ તમામ એસ.ટી.રૂટ ચાલુ કરવામાં આવશે સાથે આ ગામમાંથી ચાલતો રૂટ સુરેન્દ્રનગર લીયા જે જીલ્લામાં આવકમાં પ્રથમ રૂટ ધરાવે છે પરંતુ ડેપો મેનેજરની અણ આવડતનાં કારણે આવક ગુમાવી રહ્યા છે ત્યારે દુધ‌ઈનાં પ્રદિપભાઇ કણજરીયા ગામ પંચાયત સભ્યએ જણાવ્યું હતું કે આ એક જ રૂટ મોટી આવક ધરાવે છે અને આ રૂટ બંધ થવાનાં કારણે વિધાર્થીઓને હાલ વાયા સરલાથી પ્રાઈવેટ વાહનથી કોલેજ અભ્યાસ માટે અપડાઉન કરવા પડે છે અને નાણાં અને સમયનો વેડફાટ વિધાર્થીઓ કરી રહ્યા છે રોડ રસ્તાઓ કામ પુર્ણ થવા છતાં આજદિન સુધી કોઈ રૂટ ચાલુ કરવામાં આવેલ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.