ગઢડા ડેપોમાંથી પસાર થતી બસ રોડની સાઈડમાં ફસાઈ - At This Time

ગઢડા ડેપોમાંથી પસાર થતી બસ રોડની સાઈડમાં ફસાઈ


ગઢડા ડેપોમાંથી પસાર થતી બસ રોડની સાઈડમાં ફસાઈ

ગઢડા લીમડા બિસ્માર રોડ અનેક દુર્ઘટનાઓ નોતરી રહ્યો છે. ગઢડા થી ભાવનગર જવા માટે ગઢડા લીંમડા રોડ એક જીવાદોરી સમાન છે જે ભાવનગર-રાજકોટ હાઇવેને જોડે છે અને તે અનેક છેવાડાના ગામડાંઓને પણ જોડતો રોડ છે તેની આવી બિસ્માર હાલત છે કે જે અવારનવાર દુર્ઘટના નોતરી રહ્યો છે. સળંગ બે દિવસમાં આ બીજો બનાવ ઉડીને આંખે વળગે છે. આ બિસ્માર રોડની અવારનવાર રજૂઆતો થઈ છે અને રોડ એટલી હાલત ખરાબ છે કે લોકોને રોડ પર વાહન કેમ ચલાવવું તેમજ રોડ પણ સાંકડો છે જો સામ સામે મોટા વાહન આવી જાય તો મનેકમને વાહન રોડની સાઈડમાં નીચે ઉતારવું જ પડે છે. પ્રાઈવેટ બસ રોડની સાઈડમાં ફસાઈ ગઈ હતી અને 2 કલાક સુધી વાહનવ્યવહાર બંધ રહ્યો હતો અને લોકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. અને આજે સાંજે 4 વાગ્યે ગઢડા ડેપોમાંથી પસાર થતી સુરેન્દ્રનગર પાલીતાણા એસટી બસ કાળુભાર ડેમ પાસે આ ખરાબ રોડની દુર્ઘટનાનો શિકાર બની હતી. આવા જર્જરિત રોડના કારણે ઘણી વખત ગમખ્વાર અકસ્માત બને જ છે પણ તંત્ર ઘોરનિંદ્રામાંથી બહાર આવતું નથી.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.