જસદણ શહેરને પીવાનાં પાણીની સમસ્યા હલ: આલણ સાગર તળાવની વીસ ફૂટે પહોંચી
જસદણ શહેરને પીવાનાં પાણીની સમસ્યા હલ: આલણ સાગર તળાવની વીસ ફૂટે પહોંચી
જસદણને પીવા અને તાલુકાનાં કેટલાંક ગામોને રવીપાક માટે પાણી પુરૂ પાડતું આલણ સાગર તળાવની ૩૨ ફૂટની સપાટીમાં ૨૦ ફૂટ જેટલું પાણી ભરાતાં જસદણ શહેરનો પીવાનાં પાણીનો પ્રશ્ન હલ થયો હતો નવાં નીરને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ અનિતાબેન રૂપારેલિયા સહિતનાઓએ આવકાર્યા હતાં નોંધનીય છે કે આ તળાવ પ્રજા વત્સલ રાજવી આલા ખાચર બાપુએ આજથી બરોબર ૧૨૩ વર્ષ પહેલાં જસદણ પંથકની પ્રજાની સુખાકારી માટે બનાવ્યું હતું આજે વર્ષો પછી પણ આ તળાવ એક ખરાં અર્થમાં લોકઉપયોગી થઈ પડ્યું છે.
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.