જીઈબી ના વહીવટી તંત્ર ને કારણે વડનગર ના ગ્રામ્ય વિસ્તાર ના ગ્રાહકો પરેશાન - At This Time

જીઈબી ના વહીવટી તંત્ર ને કારણે વડનગર ના ગ્રામ્ય વિસ્તાર ના ગ્રાહકો પરેશાન


જીઈબી ના વહીવટી તંત્ર ને કારણે વડનગર ના ગ્રામ્ય વિસ્તાર ના ગ્રાહકો પરેશાન

વડનગર ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની નાયબ ઇજનેર શ્રી વડનગર -૨ પેટા વિભાગીય કચેરી માં વડનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તાર ના અમુક ગ્રાહકો ને જીઈબી ઓફિસ કયાં આવેલી છે તે ખબર હોતી નથી તેથી અમુક ગ્રામ્યવિસ્તાર ની અને વડનગર શહેર ની જીઈબી ની ઓફિસ સિવિલ હોસ્પિટલ ના સામે આવેલી છે પરંતુ આ જીઈબી ની ઓફિસ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન,થી દૂર આવેલી હોવાથી ગ્રાહકો ને લાઈટ બીલ તથા ખેતરમાં લાઈટ ની માટે અરજી ફોર્મ તથા જીઈબી લગતા કામ માટે રેલવે સ્ટેશન બસ સ્ટેશન થી અમુક ગ્રામ્ય વિસ્તાર ના ગ્રાહકો ૧૦૦/- રૂપિયા આવા જવાના ભાડા થાય છે અને આમ જોવા જઇએ તો મોંઘવારી માં ગ્રાહકો પાલવતું નથી તોએ લોકો બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશન થી દૂર થી જનરલ હોસ્પિટલ ની સામે જીઈબી ઓફિસ માં આવું પડે છે .
તેથી જીઈબી ના વહીવટી તંત્ર ધોર નીદ્રાધીની માં થી જાગી ને બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશન નજીક પડતું હોય તે જગ્યા એ જીઈબી ઓફિસ રાખવી જોઈએ અને વડનગર માં નવા બસ સ્ટેશન ની બાજુ માં મેઈન જીઈબી ઓફિસ આવેલી છે તો ગ્રામ્ય વિસ્તાર ના ગ્રાહકો કે જેવા કે છાબલીયા, ગુંજા જેવા ગામડા ના ગ્રાહકો બસ સ્ટેશન રેલવે સ્ટેશન થી ઉતરી ને લાઈટ બીલ તથા જીઈબી લગતા ઓફિસમાં જવા માટે ઓટોરીક્ષા ૫૦થી૧૦૦ /- રુપિયા ખર્ચી ને જવું પડે છે. બસ સ્ટેશન ,રેલવે સ્ટેશન નજીક જીઈબીની મેઈન ઓફિસ માં વડનગર ગ્રામ્ય વિસ્તાર ગ્રાહકો માટે વ્યવસ્થા જીઈબી ના વહીવટી તંત્ર કરે તેવું ગ્રામ્ય વિસ્તાર ના પ્રજાજનો એ લેખીત માં બે થી કે ત્રણ વાર અરજી કરી હતી તોએ પણ આ જીઈબી ના ડિવિઝન વહીવટીતંત્ર આંખ આડા કાન કરે છે તેવું ગુંજા, છાબલીયા જેવા ગ્રામ્ય વિસ્તારો ના ગ્રાહકો ને છાશ વારે છાશ વારે હાલાકી ભોગવવી પડે છે તો જીઈબી ના વહીવટી તંત્ર ઓફિસરો ધોર નીદ્રાધીની જાગૃત થાય તેવું ગ્રાહકજનો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.