વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જી.એમ.ઇ.આર. અેસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ માં છઠ્ઠો રક્તદાન કેમ્પ યોજાઈ ગયો - At This Time

વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જી.એમ.ઇ.આર. અેસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ માં છઠ્ઠો રક્તદાન કેમ્પ યોજાઈ ગયો


વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જી.એમ.ઇ.આર. અેસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ માં છઠ્ઠો રક્તદાન કેમ્પ યોજાઈ ગયો

રક્તદાન મહાદાન જીવનદાન તેવી કહેવત છે તે સાચી પૂરવા થાય છે
વડનગર ખાતે જિલ્લા વહિવટી તંત્ર મહેસાણા દ્વારા આયોજીત છઠ્ઠો રક્તદાન કેમ્પ યોજાયો

દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પ દ્વારા રક્ત એક્ત્રીત કરવાની
જિલ્લા કલેકટરની અનોખી પહેલ કરવા ની શરૂઆત કરી હતી તેથીવડનગરની આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા માટે તંત્રનો સરાહનીય પ્રયાસ ના ભાગ રૂપે આજે
મહેસાણા,૨૧ મી જુલાઈ ૨૦૨૩જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ વડનગરના સહયોગથી હોસ્પિટલ ખાતે આજરોજ છઠ્ઠો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જિલ્લા કલેકટર શ્રી એમ .નાગરાજન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. ઓમ પ્રકાશ તેમજ સોમાભાઈ મોદીએ બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રેરક હાજરી પુરાવી અને રક્તદાતાઓનું બહુમાન કર્યું હતું તેમ જ તેમને બિરદાવ્યા હતા. કલેક્ટર શ્રી એ ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રી ઓ સાથે મેડિકલ હોસ્પિટલ ના નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, પીડીયાટ્રીક અને નીઓ નેટલ આઈ .સી .યુ ની મુલાકાત લઈને નવજાત શિશુઓ અંગે ઉપસ્થિત ડોક્ટર પ્રજ્ઞા ખન્ના તેમજ અન્ય કભી બહુ પાસેથી વિગતે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ત કે ઉપસ્થિત ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ ના હિ મો ડાયાલિસિસ વિભાગની પણ મુલાકાત લીધી હતી. આ તકે તેમણે મળતી ડાયાલીસીસ સારવાર તેમજ વ્યવસ્થા બાબતે દર્દીઓને તેમજ દર્દીઓની તેમના આરોગ્ય સંદર્ભે સંબંધીત અધિકારીઓ પાસે વિગતે માહિતી મેળવી હતી. કલેકટર શ્રી એમ નાગરાજન તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.ઓમ પ્રકાશે બ્લડ ડોનેશન કેમ્પ ની મુલાકાત માં રક્તદાતા ઓને બિરદાવતા આ અમૂલ્ય મહાદાન રક્તદાન માં આપેલા યોગદાન માટે સૌનો આભાર પણ માન્યો હતો.
ઉલ્લેખનીય છે કેજિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળ મરણ અને માતા મરણમાં ઘટાડો થાય તે માટે વડનગરની આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત નિવારણના ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગરના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ છઠ્ઠા રક્તદાનકેમ્પનું આયોજન કરાયું હતું .

અત્રે ઉલ્લેખનીછેકે જિલ્લા કલેકટરની પ્રેરણાથી વડનગર ખાતે 17 ફેબ્રુઆરી,17 માર્ચ અને 21 એપ્રિલ અને 19 મે અને 16 જુનના રોજ રક્તદાનકેમ્પ યોજાયા હતાં. 17 ફેબ્રુઆરીના રોજ જિલ્લા કલેકટર એમ.નાગરાજને રક્તદાન કરી રક્તદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.

જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગર દ્વારા વડનગર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવની સાથે વડનગર સહિત આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે માતા-મરણ અને બાળ મરણનુ મુખ્ય કારણ રક્તની અછત હોય છે ત્યાં અંતરીયાળ વિસ્તારમાં સહેલાઇથી રક્ત મળી જાય તો માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો થશે . વહીવટીતંત્ર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રક્તદાન એટલે મહાદાન- જીવનદાનના આ મંત્ર સાથે અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત ન સર્જાય તેમજ માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટે તેવા શુભ આશયથી વડનગરમાં હોસ્પિટલ આયોજીત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વહીવટી અને આરોગ્ય તંત્રનાસતત ચાલતા અવિરત પ્રયાસો અને લોકજાગૃતિને પગલે આજના દિવસે ૫૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર એમ નાગરાજને આ પ્રસંગે વધુ માં જણાવ્યું હતું કે,

જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગરના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન વડનગર ખાતે કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું

સોમાભાઈ મોદી એ રક્ત દાન કેમ્પ ની કામગીરી ને બિરદાવી માનવતા નું ઉત્તમ કાર્ય થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

વડનગર સિવિલ હોસ્પિટલ ના પેથોલોજીસ્ટ ડૉ.મિત્તલ ગામી એ જણાવ્યું હતું કે ખાસ કરી મહિલા ઓ ની પ્રસૂતિ સમયે તથા સર્જરી સમયે ખાસ લોહી ની જરૂર પડે છે પહેલા અહી એમને ખુબ મુશ્કેલી નડતી હતી પરંતુ બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કરવાથી અહી અમારી પાસે 100 જેટલી બોટલ નો સ્ટોક રહેશે જેથી હવે બ્લડ ની ઘટ પડતી નથી અને દર્દી ઓની જિંદગી બચાવી શકાય છે.
આ કેમ્પમાં સોમાભાઈ મોદી ,રાજુભાઈ મોદી, બેંક ઓફ બરોડા વડનગરન શાખા નામેનેજર શ્રી ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ , પ્રાંત અધિકારી શ્રી દક્ષેશભાઈ મકવાણા,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ચંદ્રકાંત કડિયા , વડનગર મામલતદાર શ્રી રોહિત અધારા, ડૉ .નરેશ ભાઈ ડામોર સુપરવાઇઝર શ્રી મોહસીનભાઈ,રકતદાતાઓ , વડનગર જનરલ હોસ્પિટલ ના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ હર્ષદભાઈ પટેલ વડનગર મેડિકલ કૉલેજ ના ડીન ડૉ મનિષભાઈ રામાવત હોસ્પિટલના તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ સાથેવડનગર નગરપાલિકા ચીફ ઓફિસર જીગ્નેશ ભાઈ બારોટ તથા વડનગર શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ છઠ્ઠો રક્તદાન કેમ્પ માં વડનગર યુનિટ ના હોમગાર્ડ જવાનો એ રક્તદાન કર્યું અને તેમાં આ રક્તદાન કેમ્પમાં ૩૮ લોહી બોટલ જમા કરાવવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.