વડાપ્રધાનના હસ્તે 27મીએ 2000 કરોડના વિકાસકામોનું થશે લોકાર્પણ, એરપોર્ટથી રેસકોર્સ સુધી યોજાશે રોડ-શો
વડાપ્રધાનના હસ્તે 27મીએ 2000 કરોડના વિકાસકામોનું થશે લોકાર્પણ, એરપોર્ટથી રેસકોર્સ સુધી યોજાશે રોડ-શો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.27ના રોજ રાજકોટ પ્રવાસે આવવાના છે. જેમાં તેઓ હીરાસર એરપોર્ટ સહિત રૂ. 2000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવાના છે. પ્રથમ તેઓ હીરાસર એરપોર્ટ ખાતે આવશે. ત્યાં લોકાર્પણ કરી બાદમાં ત્યાંથી જ હવાઈ માર્ગે જુના એરપોર્ટ પહોંચશે, બાદમાં રેસકોર્ષ સુધી રોડ-શો યોજાશે. ત્યારબાદ રેસકોર્ષ ખાતે વિશાળ જનસભા સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27મીએ રાજકોટ પ્રવાસે આવવાના છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ વડાપ્રધાનનો પ્રાથમિક કાર્યક્રમ નક્કી થયો છે તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગેથી સીધા હીરાસર એરપોર્ટ ઉપર જ આવવાના છે. જ્યાં તેઓ રૂ. 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે.
હીરાસર એરપોર્ટ રાજકોટથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. હીરાસર એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કેમ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.
એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ ક્ધવેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1280 થી વધુ મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે.
હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી જ હવાઈ માર્ગે રાજકોટ શહેરમાં સ્થિત જુના એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. જ્યાંથી તેઓ રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજશે. આ રોડ શોમાં અંદાજે 80 જેટલા સ્ટેજ હશે. આશરે 140 જેટલી વિવિધ સંસ્થાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે. રેસકોર્ષ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. આ ઉપરાંત અન્ય વિકાસકામોનું પણ ત્યાંથી લોકાર્પણ કરશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના 120 જેટલા અધિકારીઓની બનેલી સમિતિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગઈ છે. હાલ સમગ્ર તંત્ર કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે તે રીતે તકેદારી સાથે તમામ વ્યવસ્થા ગોઠવવામાં લાગ્યું છે દરમિયાન જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ શ્રી અલ્પેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટની મુલાકાતને અમો આવકારીએ છીએ અલ્પેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનને રેટિંગ મુજબ 75 ટકા લોકો પસંદ કરે છે આ મહાન સિદ્ધિ કહેવાય ખાસ કરીને શકિતશાળી નેતા નરેન્દ્રભાઈને હૈયે હમેશા ભારત માતાનું હિત જોડાયેલું રેહતું હોવાથી કોઈ દેશ આંખ ઊઠાવી જોતું નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.