બોટાદ જિલ્લામાં ઘર મુલાકાત દ્વારા ગ્રામજનોને મચ્છરજન્ય રોગોની માહિતી સહિત અપાઇ રહ્યું છે આરોગ્યલક્ષી શિક્ષણ
બોટાદ જિલ્લામાં ઘર મુલાકાત દ્વારા ગ્રામજનોને મચ્છરજન્ય રોગોની માહિતી સહિત અપાઇ રહ્યું છે આરોગ્યલક્ષી શિક્ષણ
ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો ફેલાવોન થાય તે માટે રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં પણ ડેન્ગ્યૂ સહિત મચ્છરજન્ય રોગનો ફેલાવો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગનાં કર્મયોગીઓ સતત કાર્યરત છે. વિવિધ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સ્ટાફ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે, સાથોસાથ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ઉદ્દભવે નહી તેથી ઘરથી ઘર મુલાકાત લઇ મચ્છર ઉત્પતી સ્થાનો તેમજ ક્લોરિન ટેસ્ટ ઉપરાંત ગ્રામજનોને મચ્છરજન્ય રોગો વિશે સમજણ આપવામાં આવી રહી છે. આરોગ્ય સ્ટાફ તથા આશાબહેનો દ્વારા બોટાદ જિલ્લાનાં પ્રત્યેક ગામનાં નાગરિકોને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.