૧૫મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી થાનગઢ ખાતે યોજાશે.
AT THIS TIME NEWS
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આ ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે આજે જિલ્લા કલેકટર કે સી સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા બેઠકમાં કલેકટરએ કાર્યક્રમ સ્થળ, મંડપ, સ્ટેજ ડેકોરેશન, બેઠક વ્યવસ્થા, લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ વગેરેની જરૂરિયાતો અંગે પૃચ્છા કરી જરૂરી કામગીરી કરવા માર્ગ મકાન વિભાગને સુચનાઓ આપી હતી તેમજ પરેડ નિરીક્ષણ અંગેની તૈયારીઓ માટે પોલીસ વિભાગને સૂચના માર્ગદર્શન આપ્યા હતા આ ઉપરાંત, ઉજવણી નિમિત્તે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ્સ-પ્રદર્શન, સફાઈ કામગીરી, વરસાદને ધ્યાનમાં લઈને સાવધાનીઓ સહિતની બાબતો અંગે તેમણે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી યોગ્ય સૂચના માર્ગદર્શન આપ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, આઈ.એ.એસ હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામક આર એમ રાયજાદા, તમામ પ્રાંતઅધિકારી સહિત સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.