જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા ગણિત વિજ્ઞાન શિક્ષકોની તાલીમ યોજાઈ
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા ગણિત વિજ્ઞાન શિક્ષકોની તાલીમ યોજાઈ
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકારના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગરના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, બોટાદ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2023 અંતર્ગત આરોગ્ય અને સુખાકારી માટે જીવ સૃષ્ટિની સમજણ વિષય પર એક દિવસીય ગણિત વિજ્ઞાન શિક્ષકો ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, ગુરુકુળના ડાયરેક્ટર માધવ સ્વરૂપદાસજી સ્વામી, સેક્રેટરી મુકેશભાઈ કાનેટીયા,તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરફથી યાજુશ્રીબેન તથા અનિલભાઈ ધામેલીયા,કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર હર્ષદભાઈ જોશી, શ્રી સ્વામિનારાયણ બીએડ કોલેજના આચાર્ય અશ્વિનભાઈ મેઘાણી, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રાજદીપસિંહ તથા સહજાનંદ હાઈસ્કૂલના આચાર્ય કમલેશભાઈ મહેતા તેમજ પ્રેમ રાધા પ્રાથમિક શાળાના આચાર્ય ધીરુભાઈ મેણીયા ઉપસ્થિત રહ્યા હતા આ શિક્ષક તાલીમમાં નિષ્ણાંત તરીકે હર્ષદભાઈ જોશી દ્વારા વિદ્યાર્થીઓને આપેલ વિષય મુજબ કઈ રીતે સંશોધન કાર્ય કરવાનું રહેશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ તાલીમમાં બોટાદ જિલ્લાના 300 કરતાં પણ વધુ શિક્ષકો ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી આ સમગ્ર તાલીમનું આયોજન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદની ટીમ નિકુંજભાઈ પંડિત,કાળુભાઈ ભોહરીયા તથા ભાવેશભાઈ થદોડા દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.