સેવાના માધ્યમથી શિક્ષણની સુવાસ ફેલાવતા કમલેશભાઇ ગાંધી    દંત્રાલ સરકારી માધ્યમિક શાળાના બાળકોને અમદાવાદની સંસ્થા થકી શિક્ષણ કિટ અપાઇ - At This Time

સેવાના માધ્યમથી શિક્ષણની સુવાસ ફેલાવતા કમલેશભાઇ ગાંધી    દંત્રાલ સરકારી માધ્યમિક શાળાના બાળકોને અમદાવાદની સંસ્થા થકી શિક્ષણ કિટ અપાઇ


સેવાના માધ્યમથી શિક્ષણની સુવાસ ફેલાવતા કમલેશભાઇ ગાંધી   
દંત્રાલ સરકારી માધ્યમિક શાળાના બાળકોને અમદાવાદની સંસ્થા થકી શિક્ષણ કિટ અપાઇ  
ફાઇનાન્સનો ધંધો કરતા કમલેશભાઇ ગાંધી દ્રારા સી.એસ.આર ફંડના વિતરણ માટે શિક્ષણ પ્રોત્સાહન યોજના શરૂ કરાઇ
 છેવાડાના પછાત વિસ્તારના ગરીબ બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવે છે
શિક્ષા પ્રોત્સાહન દર વર્ષે આઠ થી નવ હજાર કીટનું વિતરણ કરે છે
      સારબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા પોશીનાના દંત્રાલ સરકારી માધ્યમિક શાળાના ૭૦ થી વધુ બાળકોને શિક્ષણ કીટની ભેટ મળતા બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
     વાત જાણે એમ છે કે, અમદાવાની એક ફાઇનાન્સ કંપનીના માલીક કમલેશભાઇ ગાંધી દ્રારા સી.એસ.આર. ફંડના વિતરણ માટે શિક્ષા પ્રોત્સાહન નામની સંસ્થા થકી જરૂરીયાતમંદ ગરીબ બાળકોને  શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવે છે. જેથી તેઓ પૈસાના અભાવે કે શિક્ષણ સામગ્રીના અભાવે શિક્ષણથી વંચીત ન રહે.
            ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા સુરેશભાઇ જણાવે છે કે,  તેઓની કંપની છેલ્લા આઠ વર્ષથી આ ભગીરથ કાર્ય થકી શિક્ષણમાં સહાયરૂપ બનવા પ્રયત્ન કરી રહી છે. શરૂઆતમાં તેઓ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોની શાળાના બાળકોને આ કીટ આપતા હતા. ધીમે ધીમે અમદાવાદથી બહાર નીકળીને અન્ય વિસ્તારોમાં આ કામગીરી શરૂ કરી છે. હાલમાં તેઓ ગાંધીનગરની આસપાસના ગામડા,  સુરેંદ્રનગરના પછાત વિસ્તારો,  સાબરકાંઠા જિલ્લાના ઇડરની શાળાઓ અને પોશીનાની દંત્રાલ માધ્યમિક શાળા સુધી આ શિક્ષણ કિટ આપી છે.  આ કીટમાં સ્કૂલ બેગ, કંપાસ બોક્સ જેમાં પેન્સીલ રબર-ભૂમિતીના સાધન , ૨૦ પેન, ૧૦ નંગ ચોપડા, યુનિફોર્મ..... જેવી શિક્ષણ સામગ્રી બાળકોને આપે છે. જેથી સમગ્ર વર્ષ દરમિયાન તેઓ અભ્યાસમાં આ વસ્તુઓનો ઉપયોગ કરી સારૂ શિક્ષણ મેળવી શકે.
વધુમાં તેઓ ઉમેરે છે કે,  છેલ્લા  ઘણા વર્ષો થી તેમની કંપની દ્રારા આ કામગીરી થાય છે પરંતુ  “શિક્ષા પ્રોત્સાહન” ના નામે આઠ વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે. દર વર્ષે આશરે આઠ થી નવ હજાર કીટનું વિતરણ કરીએ છીએ. જે શાળાઓને સરકાર દ્રારા યુનિફોર્મ અપયા હોય ત્યાં શિક્ષણ કીટ જ અપાય છે. જેની કિંમત રૂ. ૧૫૦૦ જેટલી હોય છે.       
     પૈસા તો ઘણા વ્યવસાઇ કમાય છે પરંતુ તેનો સદઉપયોગ તો કમલેશભાઇ જેવા સજ્જન માણસો જ કરે છે. સરકાર પોતાનુ કામ કરે છે સાથે સંસ્થાઓ જોડાય અને શિક્ષણને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ બને તો ગુજરાતનું દરેક છેવાડાનું બાળક ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી ભવિષ્યનો સારો નાગરીક બની શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.